લૉકડાઉન દરમિયાન સ્વચ્છ થઈ ગયેલી ભાદર નદી કેમિકલ માફિયાઓના પાપે ફરી મેલી થઈ,ખુલ્લેઆમ કલર કેમિકલવાળું પાણી ભાદરમાં છોડાયું,પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જેતપુર ડિવિઝનના અધિકારીઓની આંખો કોણે ચોખ્ખી કરી રાખી છે?

|

Aug 29, 2020 | 7:19 AM

જેતપુર પાસેથી પસાર થતી ભાદર નદી અને પ્રદૂષણ બંને એકબીજાના પર્યાય છે. પ્રદૂષિત ભાદર નદી, માંડ સ્વચ્છ થઈ હતી, 5 દિવસ પહેલા પાણી છોડાયું તો લોકોમાં ખુશી હતી પરંતુ ભાદરના પાણી ફરી જેસે-થૈ થઈ ગયા. ઉદ્યોગકારો બેફામ પ્રોસેસ વિના જ કેમિકલયુક્ત પાણી ભાદરમાં છોડી રહ્યા છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અનેક રજૂઆતો કર્યા છતાં, આંખ […]

લૉકડાઉન દરમિયાન સ્વચ્છ થઈ ગયેલી ભાદર નદી કેમિકલ માફિયાઓના પાપે ફરી મેલી થઈ,ખુલ્લેઆમ કલર કેમિકલવાળું પાણી ભાદરમાં છોડાયું,પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જેતપુર ડિવિઝનના અધિકારીઓની આંખો કોણે ચોખ્ખી કરી રાખી છે?
https://tv9gujarati.in/lockdown-darmiya…one-paata-maarya/

Follow us on

જેતપુર પાસેથી પસાર થતી ભાદર નદી અને પ્રદૂષણ બંને એકબીજાના પર્યાય છે. પ્રદૂષિત ભાદર નદી, માંડ સ્વચ્છ થઈ હતી, 5 દિવસ પહેલા પાણી છોડાયું તો લોકોમાં ખુશી હતી પરંતુ ભાદરના પાણી ફરી જેસે-થૈ થઈ ગયા. ઉદ્યોગકારો બેફામ પ્રોસેસ વિના જ કેમિકલયુક્ત પાણી ભાદરમાં છોડી રહ્યા છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અનેક રજૂઆતો કર્યા છતાં, આંખ આડા કાન કરી રહ્યા છે.

લૉકડાઉન દરમિયાન સ્વચ્છ થઈ ગયેલી ભાદર નદી, કેમિકલ માફિયાઓના પાપે ફરી મેલી થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી ખુલ્લેઆમ કલર કેમિકલવાળું પાણી ભાદરમાં છોડવામાં આવી રહ્યું છે. પૂરની આડમાં ઉદ્યોગકારો લાલ પાણી છોડી રહ્યા છે.. ભૂતકાળમાં ધોરાજીના ધારાસભ્યએ આંદોલન કર્યા.. જો કે ત્યાર પછીના મૌન બાદ, ધારાસભ્ય ફરી GPCB અને સ્થાનિક ધારાસભ્ય, સાંસદની કેમિકલ માફિયા પર મીઠી નજર હોવાનો આરોપ લગાવી રહ્યા છે..

ભાદર નદી સતત પ્રદૂષિત થઈ રહી છે પરંતુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જેતપુર ડિવિઝનના અધિકારી મીડિયા સાથે આ અંગે કોઈ વાત કરવા જ તૈયાર નથી પહેલા જ તેમણે ઉદ્ધતાઈથી મીડિયા કર્મચારીઓને ઓફિસમાં જ બહાર જવાનું કહી દીધું. જો કે, અડગ મીડિયા કર્મીઓએ મક્કમતાથી સવાલ પૂછ્યા તો સાંભળો તેમનો જવાબ, તે કહી રહ્યા છે કે, ભાદરમાં તો ઘરગથ્થું વપરાશનું પણ પાણી આવે છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

શું આ ઉદ્યોગકારો અને કેમિકલ માફિયાઓને બચાવવાનો પ્રયાસ નથી.? કેમિકલના હાનિકારક પાણીને રોકવાની વાત કરવાને બદલે અધિકારી ઘરગથ્થુ વપરાશનું પાણી ભાદરને બગાડી રહ્યું છે તેવી વાતો કરી રહ્યા છે અને જ્યારે આવા જવાબ આપતા, મીડિયાએ ધારદાર સવાલોનો મારો ચલાવ્યો તો જુઓ કેવી મીડિયાને સુફિયાણી સલાહ આપવા લાગ્યા.

ભાદરના પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે, અને GPCB કેમ ઉડાઉ જવાબ આપે છે? શું ખરેખર આક્ષેપો પ્રમાણે GPCB કેમિકલ માફિયાને છાવરે છે? આટઆટલી રજૂઆતો છતાં કેમ કોઈ પગલાં લેવાતા નથી? શું કોઈ સ્થાનિક નેતાઓની પણ છે મિલિભગત? આટલા આંદોલનો છતાં કેમ નથી આવતો ઉકેલ? શું નદીના પ્રદૂષિત પાણી અને તેના નુકસાનની કોઈને ગંભીરતા નથી? GPCB આપશે આ તમામ સવાલોના જવાબ?

 

Next Article