BHARUCH : વિડીયો વાઇરલ થતાં નેતાજી સલવાયા, લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવનાર LJP ઉપપ્રમુખ સહીત 6 સામે ગુનો નોંધાયો

|

Jan 15, 2022 | 4:54 PM

વાઇરલ વીડિયોમાં નજરે પડે છે કે ભરૂચ જિલ્લાના સામાજિક આગેવાન અને ગુજરાત પ્રદેશ LJP ના ઉપપ્રમુખ અબ્દુલ કામઠી લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવતા હતા.

BHARUCH : વિડીયો વાઇરલ થતાં નેતાજી સલવાયા, લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવનાર LJP ઉપપ્રમુખ સહીત 6 સામે ગુનો નોંધાયો
LJP ના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અબ્દુલ કામઠી લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવતા નજરે પડે છે

Follow us on

લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ડાન્સ કરવો ભરૂચના રાજકીય અગ્રણી અને સામાજિક કાર્યકરને ભારે પડ્યો છે. લોક જનશક્તિ પાર્ટી ના ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીનો આ અંગેનો વિડીયો વાઇરલ થતા પાલેજ પોલીસે કામથી સહીત ૬ લોકો સામે COVID 19 જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

 

 

ગુજરાત પ્રદેશ લોક જનશક્તિ પાર્ટી LJP ના ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીનો લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ડાન્સ અને ડાન્સરો ઉપર પૈસા ઉડાડવાનો નો વિડીયો વાયરલ થતા ચકચાર મચી હતી. વાઇરલ વીડિયોને લઈ કોરોના ગાઇડલાઇન મામલે ઉહાપોહ મચતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ભરૂચ તાલુકાના ટંકારીયા ગામનો આ વિડીયો હોવાનું સામે આવતા પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. COVID 19 જાહેરનામા ભંગ 500 લોકોને એકઠા કરવા, માસ્ક ન પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ દુલ્હાના પિતા, મામા સહિત 6 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.

વાઇરલ વીડિયોમાં નજરે પડે છે કે ભરૂચ જિલ્લાના સામાજિક આગેવાન અને ગુજરાત પ્રદેશ LJP ના ઉપપ્રમુખ અબ્દુલ કામઠી લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવતા હતા. તેઓનો જ લગ્ન પ્રસંગમાં સ્ટેજ ઉપર ડાન્સરો સાથે ડાન્સ કરતો વિડીયો સામે આવતા જિલ્લા અને તેમના સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે અબ્દુલ કામઠીના ભાણીયાના 9 ડિસેમ્બરે લગ્ન હતા. જેમાં 8 ડિસેમ્બરે વડોદરાથી મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનું શનિવારે રાતે આયોજન કરાયું હતું. નેતાજીએ ડાન્સરો સાથે લોકોએ મનમૂકીને ડાન્સ કર્યો હતો અને નોટો પણ ઉડાવી હતી.

આ વીડિયો વાયરલ થયા બાદ પાલેજ પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. કોવિડ 19 મહામારી વચ્ચે લગ્નમાં 150 લોકો ને જ મંજૂરીનો પણ ભંગ કરાયો હતો. લગ્નની મ્યુઝિકલ પાર્ટીમાં 500 થી વધુ લોકોને ભેગા કરવા બદલ, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ ભંગ, સેનિટાઈઝરની વ્યવસ્થા નહીં કરવા પાલેજ પોલીસ મથકે દુલ્હા ઊવેશ ના પિતા બિલાલ લાલન, મામા અબ્દુલ કામઠી, સરફરાઝ મોહમદવલી ચાંદીયા, સરફરાઝ ઇસ્માઇલ મઠિયા, નઈમ મજીદ લખા અને મુબારક ઇસ્માઇલ દશુ સામે ફરિયાદ નોંધી છે.

 

આ પણ વાંચો : Valsad: અગસ્તક્રાંતિ ટ્રેન સાથે મોટી દુર્ઘટના થતી બચી, રેલવે ટ્રેક પર સિમેન્ટના થાંભલા સાથે અથડાઈને એન્જીન સહિત ટ્રેન પસાર

 

આ પણ વાંચો : Surat: ત્રીજી લહેરમાં કોર્પોરેશને ચેકપોસ્ટ પરથી ટેસ્ટિંગ હટાવ્યું, દરરોજના 7થી 8 હજાર કેસ આવવાની સંભાવના કરી વ્યક્ત

Published On - 3:44 pm, Sat, 15 January 22

Next Video