પોલીસ આંદોલનમાં બે ફાંટા! ગાંધીનગરમાં આંદોલન મોકૂફ, અન્ય જિલ્લાઓમાં યથાવત, જાણો સમાગ્ર વિગત

|

Oct 28, 2021 | 10:44 AM

ઘણા દિવસથી ગ્રેડ પે વધારવાના આંદોલનને લઈને પોલીસ પરિવાર અને પોલીસ કર્મી મેદાનમાં છે. ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં આંદોલન મોકૂફ રાખવાની વાત કરવામાં આવી હતી. તો રાજ્યના જિલ્લાઓમાં આંદોલન યથાવત છે.

રાજ્યમાં ગ્રેડ પે વધારવાની માંગ સાથે ચાલી રહેલા પોલીસ આંદોલનમાં હવે બે ફાંટા પડી ગયા છે. ગાંધીનગરના પોલીસ કર્મચારીઓએ આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. પરંતુ રાજ્યના અન્ય જિલ્લામાં પોલીસ કર્મચારીઓનું આંદોલન યથાવત્ છે. તો બીજીતરફ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આજે ગાંધીનગરમાં પોલીસ પરિવારને મળશે. હર્ષ સંઘવીએ કહ્યું કે – પોલીસનો પરિવાર મારો પરિવાર છે. જેમ મારા પરિવારને મળું છું એમ તેમને પણ મળીશ. સમગ્ર મામલે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે હાલ સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાલમાં પોલીસ સામે પોલીસની જ સ્થિતિ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે મોદી રાત્રે અહીં આંદોલન થઇ રહ્યું હતું. જ્યાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને અંદોલન કરી રહેલા પોલીસ, પરિવાર અને અન્ય લોકોને ખસેડી દેવામાં આવ્યા હતા.

તો તમને એમ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન અમુક પોલીસ પરિવારોએ ચાલુ રાખ્યું હતી. ગઈકાલે સરકાર સાથે પોલીસ પરિવારની બેઠક બાદ આંદોલન મોકૂફ (Postpone) રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સરકાર સાથે વાતચીત બાદ 15 જેટલી માંગોની યાદી સોંપવામાં આવી છે. તેમજ હાલ પૂરતું આ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હોવાની વાત પોલીસ પરિવારના સભ્યે મીડિયા સમક્ષ કરી હતી. તોયે હજુ ઘણી જગ્યાએ આ મુદ્દે આંદોલન યથાવત હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્યના અમુક જિલ્લાઓમાં આજે પણ આંદોલન જોવા મળી રહ્યું છે. સ્પષ્ટપણે અહીં બે ફાંટા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Ahmedabad: સાબરમતીમાં પ્રદુષણ ફેલાવતી ફેકટરીઓ સામે હાઇકોર્ટની લાલ આંખ, AMC ને આપ્યા આ આદેશ

આ પણ વાંચો: NSS સ્વયંસેવકો માટે ખુશખબર: રાજ્ય સરકારે વેતન વધારવાનો કર્યો નિર્ણય, જાણો કેટલું મળશે વેતન

Published On - 10:36 am, Thu, 28 October 21

Next Video