Surat : બંધ બારણે ચાલી રહેલા Gym પર પોલીસના દરોડા, એપેડેમીક એક્ટ હેઠળ કરી કાર્યવાહી

|

Jun 05, 2021 | 9:57 PM

Surat : કતારગામ વિસ્તારમાં શેપર્સ જિમ (Shapers Gym) માં પોલીસે દરોડા પાડ્યા એ દરમિયાન જિમમાં 32 વ્યક્તિઓ માસ્ક વગર પકડાયા હતા. આ તમામને પોલીસે કુલ મળીને 32 હજારનો દંડ પણ ફટકર્યો હતો.

Surat : બંધ બારણે ચાલી રહેલા Gym પર પોલીસના દરોડા, એપેડેમીક એક્ટ હેઠળ કરી કાર્યવાહી
કતારગામમાં આવેલું શેપર્સ જિમ

Follow us on

Surat : રાજ્યમાં અને સુરત શહેરમાં કોરોનાના કેસો ઘટવા લાગતા સરકારે અનલોક કર્યું છે. મોટાભાગે તમામ વેપાર ધંધાને છૂટ આપવામાં આવી છે. પણ હજી સુધી Gym અને ફિટનેસ સેન્ટર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. કારણ કે જિમમાં એક સાથે ઘણા બધા લોકો ભેગા થતા હોય છે અને એકબીજાના સંપર્કમાં આવતા કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા અનેકગણી વધી જાય છે. જિમ શરૂ રાખવા પર પ્રતિબંધ હોવા છતાં પોલીસને જિમ શરૂ હોવાની બાતમી મળતા પોલીસે દોરડા પાડ્યા હતા.

 

 

કતારગામમાં શરૂ જિમ પર પોલીસના દરોડા
સુરતમાં બંધ બારણે જિમ (Gym ) અને ફિટનેસ સેન્ટર ચાલી રહ્યા હોવાની ફરિયાદો પોલીસને મળતી રહે છે. થોડા દિવસો પહેલા ખટોદરા વિસ્તારમાંથી ગાઈડલાઈનનો ભંગ કરનાર જિમ સંચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આજે 5 જૂને વધુ એક જિમ સંચાલક અને જિમ ટ્રેનર પર એપેડેમીક એક્ટ (Epidemic Act) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી એલ્ક્લેવમાં ચાલતા શેપર્સ જિમ (Shapers Gym) પર પોલીસે દરોડા પાડ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

માસ્ક વગરના 32 વ્યક્તિઓને 32 હજારનો દંડ ફટકારાયો
સરકારે અનલોકમાં હજી જિમ ખોલવાની પરવાનગી આપી નથી. તેમ છતાં સુરતના કતારગામ વિસ્તારમાં શેપર્સ જિમ (Shapers Gym) નિયમ વિરુદ્ધ ચાલી રહ્યું હતું. પોલીસે દરોડા પાડ્યા એ દરમિયાન જિમમાં 32 વ્યક્તિઓ માસ્ક વગર પકડાયા હતા. આ તમામને પોલીસે માસ્ક ન પહેરવા બદલ 32 હજારનો દંડ પણ ફટકર્યો હતો તેમજ જિમ સંચાલક અને જિમ ટ્રેનર સામે એપેડેમીક એક્ટ (Epidemic Act) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરતમાં 50 ટકા જિમ બંધ થયા
કોરોના ની બીજી લહેર ઘાતક સાબિત થતાં સરકારે જિમ અને ફિટનેસ સેન્ટર બંધ રાખવાનો આદેશ આપતા છેલ્લા 14 મહિનામાં Surat શહેરમાં 250 પૈકી 50 ટકા જિમ બંધ થઈ ગયા છે. એક જિમ થકી 10 લોકોને રોજગારી મળતી હોય છે.

સુરત જિમ ફિટનેસ સેન્ટર એસોસિએશનના જણાવ્યા પ્રમાણે આ ઇન્ડસ્ટ્રીમાં હવે લાંબુ ભવિષ્ય ન હોવાથી 50 ટકા જિમ બંધ થઈ ગયા છે, અને ઘણાએ તેમના ફિટનેસના સાધનો સેકન્ડ હેન્ડમાં વેચી દીધા છે.

Surat શહેરમાં અંદાજે 250 જિમ (Gym) છે તે પૈકી 80 થી 85 ટકા ભાડાની મિલકતોમાં ચાલતા હોય છે. મિલકતનું ભાડું મળીને સંચાલકો પર દર મહીને રૂ.1.50 લાખ જેટલું ભારણ આવતું હોય છે. આ ઉપરાંત વીજળીના બીલ, મિલકતવેરા અને ટ્રેનરના પગાર પાછળ પચાસ હજાર જેટલો ખર્ચ થતો હોય છે. માસિક સરેરાશ બે લાખનો બોજો જિમ સંચાલકોને પડતો હોવાથી છેલ્લા 14 મહિનામાં જિમ સંચાલકોને કોઈ આવક નથી.

આ પણ વાંચો –  સારા સામચાર : દિવાળી પર લોંચ થઇ શકે છે Jio-Google નો સ્માર્ટફોન, કિંમત જાણીને ચોંકી જશો

Published On - 9:41 pm, Sat, 5 June 21

Next Article