PM MODI 31 ઓકટોમ્બરે ગુજરાત નહીં આવે, અમિત શાહ એકતા પરેડમાં હાજરી આપે તેવી શક્યતા

|

Oct 19, 2021 | 12:17 PM

નોંધનીય છેકે પીએમ નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવનાર હતા.સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે કેવડીયામાં યોજનાર એકતા પરેડમાં મોદી હાજરી આપવાના હતા. આ નિમિતે  સીઆરપીએફ, એસઆરપી અને બીએસએફના જવાનો દ્વારા ૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાનાર છે.

PM MODI 31 ઓકટોમ્બરે ગુજરાત નહીં આવે, અમિત શાહ એકતા પરેડમાં હાજરી આપે તેવી શક્યતા
PM Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે એકતા પરેડમાં હાજર નહીં રહે, સરદાર વલ્લભભાઈ પટેલ જ્યંતિએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આયોજીત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે, વડાપ્રધાન મોદી જી-20 બેઠકમાં ભાગ લેવા ઈટાલી જવાના છે, જેથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એકતા પરેડમાં હાજર રહે તેવી શક્યતા છે, જો કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પરેડ રાબેતા મુજબ યોજાશે, PM મોદીના કાર્યક્રમને જોતા અગાઉ 28 થી 31 ઓક્ટબર સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ હવે ટુરિઝમ ડેવલોપમેન્ટ ઓથોરિટીએ નિર્ણયમાં ફેરફાર કર્યો છે, હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ખુલ્લુ રહેશે,

નોંધનીય છેકે પીએમ નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવનાર હતા.સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે કેવડીયામાં યોજનાર એકતા પરેડમાં મોદી હાજરી આપવાના હતા. આ નિમિતે  સીઆરપીએફ, એસઆરપી અને બીએસએફના જવાનો દ્વારા ૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાનાર છે. જેની હાલ કેવડીયામાં પુરજોશમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દર વર્ષે થાય છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે આ ઉજવણી મર્યાદિત ઉપસ્થિતો વચ્ચે થઇ શકે છે. જોકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોની તૈયારીઓ થઇ રહી છે.

 

 

આ પણ વાંચો : પટેલને કેન્દ્ર સરકારની કોઇ મહત્વની જવાબદારી સોંપાશે ? નીતિન પટેલની પીએમ મોદી સાથે ઓચિંતી મુલાકાત

આ પણ વાંચો : ભાવનગરઃ ઘોઘા-હજીરા રૉ-પેક્સ સર્વિસ આજથી ફરી શરૂ

Next Article