Breaking News : અમદાવાદના બિસ્માર માર્ગ પરથી નીકળ્યો PM મોદીનો કાફલો..જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોથલથી બાય રોડ અમદાવાદ પહોંચ્યા. ખરાબ હવામાનને કારણે તેમણે હવાઈ યાત્રા રદ કરી અને જમીન માર્ગે અમદાવાદ માટે પ્રવાસ કર્યો. તેમનો કાફલો એસપી રિંગરોડથી પસાર થયો અને અંદાજિત 100 કિમી લાંબો રસ્તો સર કર્યો.

Breaking News : અમદાવાદના બિસ્માર માર્ગ પરથી નીકળ્યો PM મોદીનો કાફલો..જુઓ Video
| Updated on: Sep 20, 2025 | 6:20 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોથલથી બાય રોડ અમદાવાદ પહોંચ્યા. ખરાબ હવામાનને કારણે તેમણે હવાઈ યાત્રા રદ કરી અને જમીન માર્ગે અમદાવાદ માટે પ્રવાસ કર્યો. તેમનો કાફલો એસપી રિંગરોડથી પસાર થયો અને અંદાજિત 100 કિમી લાંબો રસ્તો સર કર્યો.

વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી અને સ્થાનિક ટ્રાફિકને સરળ રીતે વ્યવસ્થિત કરવા માટે માર્ગ પર પૂરતી તાકીદ રાખવામાં આવી હતી.

ભાવનગર અને લોથલમાં યોજાયેલા કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી તેમનો આ પ્રવાસ થઈ રહ્યો હતો. લોથલ અને ભાવનગરના કાર્યક્રમોમાં વિકાસ કાર્યો, જાહેર સભાઓ અને વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટનોનો સમાવેશ હતો.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાર્યક્રમ બાદ PM મોદી ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર મારફતે જઈ શક્ય ન હતા. જેથી તેઓ બાય રોડ અમદાવાદ પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ આજે એસપી રિંગ રોડથી પસાર થતાં સમયે તૂટેલા રસ્તાઓ અને પાણી ભરાવાના પડકારોનો સામનો કર્યો. રિંગ રોડ, ખાસ કરીને ઓગણજ સર્કલ પાસે, ભારે વરસાદ અને પાણી ભરાવાથી કાફલાને સતત ધ્યાન રાખીને માર્ગ પસાર કરવો પડ્યો.

સમયાનુસાર અને સુરક્ષા નિયમો મુજબ વડાપ્રધાન આવવાના સમયે તાત્કાલિક રસ્તા તૈયાર કરવામાં આવે છે. તેમ છતાં, અચાનક રોડ દ્વારા મુસાફરી કરવાની સ્થિતિમાં કાફલાને પાણી ભરાવેલા રસ્તા પરથી પસાર થવું પડ્યું. સમગ્ર કાફલો લોથલથી અમદાવાદ બાય રોડ મારફત સુરક્ષિત રીતે પસાર થયો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ટીમે કાફલાની રાહત અને જનતા માટે સુરક્ષા વ્યવસ્થા કડક રીતે જાળવી. અમદાવાદથી એરપોર્ટથી વડાપ્રધાન દિલ્લી માટે રવાના થયા.

આ પ્રવાસ વડાપ્રધાનની કામગીરી અને પ્રોજેક્ટ નિરીક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, સાથે જ હવામાન અને માર્ગ પરિસ્થિતિઓ વચ્ચેની વ્યવસ્થા દર્શાવે છે કે કેવી રીતે તમામ પડકારો પાર કર્યા છે.

(ઈનપુટ ક્રેડિટ – નરેન્દ્ર રાઠોડ)

Published On - 6:09 pm, Sat, 20 September 25