ગુજરાતમાં કચ્છ-ભૂજ ખાતે સ્થપાશે ઈલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં થયા MOU

|

Apr 05, 2022 | 4:40 PM

ગુજરાતમાં કચ્છ-ભૂજ ખાતે ઈલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ સ્થપાશે. કચ્છ ખાતે ઈલેક્ટ્રિક વાહનોનું પ્રોડકશન થશે, જે અંગે મહત્વપૂર્ણ MOU આજે રાજ્ય સરકારે કર્યા છે.

ગુજરાતમાં કચ્છ-ભૂજ ખાતે સ્થપાશે ઈલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં થયા MOU
MOU Signed in the presence of CM Bhupendra Patel

Follow us on

દેશમાં વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વચ્ચે રાજ્ય સરકાર હવે ઈલેક્ટ્રિક વાહનો (Electric Vehicle) તરફ ભાર મૂકી રહી છે એ જ કારણ છે કે આગામી સમયમાં કચ્છ ખાતે ઈલેક્ટ્રિક વાહનોનું પ્રોડકશન થશે, જે અંગે મહત્વ પૂર્ણ MOU આજે રાજ્ય સરકારે કર્યો છે. ગુજરાતમાં કચ્છ-ભૂજ ખાતે ઈલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ સ્થપાશે. ટ્રિટોન ઈલેકટ્રીક વ્હીકલ એલ.એલ.સી અને ગુજરાત સરકાર વચ્ચે આ પ્લાન્ટની સ્થાપના માટેના MOU થયા છે. જેમાં રૂ. 10,800 કરોડના કુલ રોકાણ સાથે સ્થપાનારા આ પ્લાન્ટમાં ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં 1200 કરોડના રોકાણ સાથે ટ્રિટોન ઈલેકટ્રીક વ્હીકલ પ્લાન્ટ શરૂ કરશે.

જ્યારે 10 હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે. આ પ્લાન્ટની સ્થાપના માટે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં MOU કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ તથા ટ્રિટોન ઈલેકટ્રીક વ્હીકલ તરફથી ફાઉન્ડર અને સી.ઈ.ઓ. હિમાંશુ પટેલે આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા.

ટ્રિટોન ઈલેકટ્રીક વ્હીકલ યુ.એસ.એ બેઈઝડ કંપની છે. ટ્રિટોન ઈલેકટ્રીક વ્હીકલ 645 એકર વિસ્તારમાં પથરાયેલા પ્લાન્ટમાં વાર્ષિક 50 હજાર ટ્રકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ કરશે. ચેસિસ અને કેબિન, રોબોટિક પેઇન્ટ શોપ, ચેસિસ સબ એસેમ્બલી અને ક્વોલિટી એસ્યોરન્સ તથા મટિરિયલ ટેસ્ટીંગ લેબ જેવી ઈન હાઉસ ફેસેલીટીઝ પણ તેઓ ઉભી કરવાના છે. લિથીયમ બેટરી સેલ અને ઈલેકટ્રીક વ્હીકલ કંટ્રોલર્સના ઉત્પાદનમાં વિશેષ તજ્જ્ઞતા ધરાવે છે. ટ્રિટોન દ્વારા વર્લ્ડકલાસ સેફટી અને ફંકશનાલિટીઝ સાથે શ્રેષ્ઠ લોંગ રેન્જ ઈલેકટ્રીક વ્હીકલ વિકસાવવામાં આવી રહ્યા છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

યુ.એસ.એમાં ટ્રિટોન દ્વારા ઈલેકટ્રીક સેમી ટ્રક, એસ.યુ.વી, ઈલેકટ્રીક સેડાન, ડિફેન્સ ઈલેકટ્રીક વ્હીકલ અને ઈલેકટ્રીક રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેઓ ગુજરાતના ભૂજમાં આ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યા છે. તે અંગેના MOU તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા છે. રાજ્ય સરકાર આ પ્લાન્ટની સ્થાપના માટેની જરૂરી પરવાનગીઓ, મંજૂરીઓ અને નોંધણી પ્રક્રિયાઓમાં પ્રવર્તમાન નીતિ-નિયમો અનુસાર સહાયક બનશે.

આ પણ વાંચો:

Rajkot: નરેશ પટેલના જુના નિવેદનને લઈને વિવાદ સર્જાયો, કોળી સમાજની 9 સંસ્થાને પત્ર લખી નિવેદન પાછુ ખેંચવા માગ કરી

આ પણ વાંચો:

વડોદરા શહેર જિલ્લામાં કોવિડ – 19 થી મૃત્યુના કિસ્સામાં 10407 મૃતકોના વારસદારોને રૂ.52 કરોડની સહાય ચૂકવવામાં આવી

Next Article