રાજકોટઃ પડવલા ગામ પાસે સૌની યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ, ભંગાણ થતાં ચેકડેમમાં ભરાયા પાણી, જુઓ VIDEO

|

Jul 17, 2019 | 7:08 AM

એક તરફ સૌરાષ્ટ્ર પર પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે.. તેની વચ્ચે વારંવાર પાણીની પાઈપ લાઈનો તૂટવાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં વધુ એકવાર સૌની યોજનાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે. રાજકોટના પડવલા ગામ પાસે સૌની યોજનાની પાણીની પાઈપલાઈનમાં અસામાજિક તત્વોએ ભંગાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો: અમદાવાદ: આવતીકાલે અલ્પેશ ઠાકોર […]

રાજકોટઃ પડવલા ગામ પાસે સૌની યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ, ભંગાણ થતાં ચેકડેમમાં ભરાયા પાણી, જુઓ VIDEO

Follow us on

એક તરફ સૌરાષ્ટ્ર પર પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે.. તેની વચ્ચે વારંવાર પાણીની પાઈપ લાઈનો તૂટવાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં વધુ એકવાર સૌની યોજનાની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે. રાજકોટના પડવલા ગામ પાસે સૌની યોજનાની પાણીની પાઈપલાઈનમાં અસામાજિક તત્વોએ ભંગાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: આવતીકાલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ વિધિવત રીતે જોડાશે ભાજપમાં

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જેથી વહીવટી વિભાગે અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવી છે. તંત્રની બેદરકારીના કારણે પાઈપલાઈનમાં એટલું મોટું ભંગાણ કરવામાં આવ્યું છે કે. આસપાસના ચેકડેમમાં પાણી ભરાયા છે. તેમજ ખોખડદળ નદીમાં પણ પાણી આવ્યું છે. સાથે જ નજીકના ખેતરોમાં પણ ખેડૂતઓ વાવેલા પાકનું ધોવાણ થયું છે. તો પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા ભાદર નદીમાં પહોંચતું પાણી પણ બંધસ કરવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાઈપલાઈન તૂટી હોય તેવો આ પહેલો બનાવ નથી. આ ઉગાઉ પણ પાઈપલાઈનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. તો પાઈપલાઈનમાં ભંગાણ મુદ્દે વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ પણ પ્રહાર કર્યા છે. ત્યારે એક તરફ લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે. બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણી નદીમાં વહી જાય છે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article