ધોરાજીમાં ઠેર ઠેર ખડકાયા કચરાના ગંજ, સફાઈ કરાવવાના બદલે ભાજપ કોંગ્રેસ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં મસ્ત- Video

|

Jan 28, 2025 | 9:00 PM

રાજકોટના ધોરાજીમાં છેલ્લા કેટલાય દિવસોથી ઠેરઠેર કચરાના ગંજ ખડકાયા છે. ઠેરઠેર ગટરો ઉભરાઈ રહી છે. શહેરમાં સફાઈનું નામો નિશાન જોવા મળતુ નથી ત્યારે શહેરની સફાઈ કરાવવાના બદલે ભાજપ-કોંગ્રેસના સત્તાધિશો આક્ષેપ પ્રતિઆક્ષેપમાં મસ્ત બન્યા છે.

રાજકોટની ધોરાજી પાલિકામાં 2 વર્ષથી વહીવટદારનું શાસન છે. તેવામાં શહેરની હાલત કફોડી બનતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, ધોરાજીમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. અનેક વિસ્તારમાં પ્લાસ્ટિક, થેલી, થર્મોકોલ અને એંઠવાડ સહિતનો કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. માનવ સહિત પશુ-પક્ષીઓના આરોગ્ય સામે ખતરો મંડાયો છે. પશુ-પક્ષીઓ આ કચરાને આરોગી રહ્યા છે. વિસ્તારમાં એટલી દુર્ગંધ ફેલાઇ છે, કે પસાર થવું મુશ્કેલ બન્યું છે. મચ્છરજન્ય રોગચાળો ફેલાઇ શકે છે. અહીં રહેતા સ્થાનિકો અને વેપારીઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે. એટલું જ નહીં, ગટરો ઉભરાતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ત્યારે, સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે પાલિકાને રજૂઆત કરી હોવા છતાં કામગીરી થતી નથી.

ધોરાજીમાં ગંદકી બાબતે કોંગ્રેસે પાલિકાના ભાજપ વહીવટદારો સામે આક્ષેપ કર્યા કે, શહેરમાં સફાઇની સ્થિતિ ખાડે ગઇ છે. કોન્ટ્રાક્ટરો ભાજપના મળતીયા છે. તેઓ કચરો ઉપાડતા નથી. માત્ર કાગળ પર સફાઇ કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે.

ભાજપના મહામંત્રીએ કોંગ્રેસના આક્ષેપોને ફગાવતા કહ્યું કે શહેરભરમાં સફાઇ નિયમિત થાય છે. ચૂંટણી નજીક આવી રહી છે. એટલે કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. ભાજપના કોઇ પણ લાગતા-વળગતાનો કોન્ટ્રાક્ટ નથી.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

અત્રે ઉલ્લેખનીય છે, વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા તો દેખાઇ જ રહ્યા છે. જે સાબિતી આપી રહ્યું છે અને બીજી તરફ સત્તાધીશોએ સફાઇના દાવા પણ કર્યા છે પરંતુ, સવાલ એ છે કે આ પોકળ દાવાઓ વચ્ચે ખરેખરમાં સફાઇ ક્યારે થશે? અને પ્રજાને ક્યારે ગંદકીથી રાહત મળશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો