સતત 13મી વખત પેટ્રોલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.49 અને ડીઝલ 97.78 રૂપિયા પ્રતિ લિટર
દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 4 એપ્રિલ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે અને આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 40 પૈસા અને ડીઝલના ભાવમાં 41 પૈસા પ્રતિ લિટરનો વધારો કરાયો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવે સામાન્ય માણસની પરેશાની વધારી દીધી છે. આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો(Petrol Diesel Price Hike) કરવામાં આવ્યો છે. દેશની મુખ્ય ઓઈલ કંપનીઓ (Oil companies) એ 4 એપ્રિલ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે અને આજે ફરી એકવાર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ (Ahmedabad) માં પેટ્રોલના ભાવમાં 40 પૈસા અને ડીઝલના ભાવમાં 41 પૈસાનો વધારો કરાયો છે. આજે કિંમતોમાં વધારા પછી રાજ્યમાં પેટ્રોલની નવીનતમ કિંમત 103.49 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 97.78 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે 4 નવેમ્બર 2021 થી 21 માર્ચ 2022 (લગભગ સાડા ચાર મહિના) સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કે વધારો થયો ન હતો. 22 માર્ચથી પેટ્રોલ-ડીઝલ મોંઘુ થવા લાગ્યું છે. જ્યારથી ક્રૂડતેલના ભાવ વધવા લાગ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં 13મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
ગેસના ભાવમાં પણ વધારો કરાતાં રિક્ષાચાલકોએ ભાડું વધાર્યું
હવે અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકોના ખિસ્સા પર વધુ એક ભાર પડ્યો છે. રિક્ષામાં મુસાફરી કરતા લોકોએ વધુ ભાડુ ચૂકવવું પડશે. CNGના ભાવમાં વધારો થતાં રિક્ષા ચાલકોએ ભાડામાં વધારો કર્યો છે. ગેસ ભાવમાં સતત વધારાને કારણે ઓટો રિક્ષા વેલ્ફેર એસોસિએશને સ્વયંભૂ ભાડા વધારાનો નિર્ણય લીધો છે. રિક્ષાના મિનિમમ ભાડામાં 18 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું છે તો રિક્ષાના રનિંગ ભાડામાં 13 રૂપિયાથી વધારીને 15 રૂપિયા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હિટવેવની હવામાનની આગાહી