પાટનગર ગાંધીનગરનાં પલિયડમાં કોવીડનાં નિયમોનાં સરેઆમ ધજાગરા, નિયમોને નેવે મુકીને શોભાયાત્રા કઢાતા વિવાદ, તંત્રએ આપ્યા તપાસનાં આદેશ

|

Jul 10, 2020 | 8:33 AM

એકતરફ સરકાર કોરોનાને નાથવા માટે પ્રયત્નો કરી રહી છે,, તો બીજીતરફ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે નિયમોના ભંગની ઘટનાઓ રોજ સામે આવી રહી છે તેવામાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલિયડ ગામે હજારોની જનમેદની સાથે શોભાયાત્રા નીકળતા સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે.. ઉંઘતું ઝડપાયેલું પોલીસ અને વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. મીડિયાએ સમગ્ર ઘટનાને ઉજાગર કરતા […]

પાટનગર ગાંધીનગરનાં પલિયડમાં કોવીડનાં નિયમોનાં સરેઆમ ધજાગરા, નિયમોને નેવે મુકીને શોભાયાત્રા કઢાતા વિવાદ, તંત્રએ આપ્યા તપાસનાં આદેશ
http://tv9gujarati.in/patnagar-gandhin…obhaytara-kadhai/

Follow us on

એકતરફ સરકાર કોરોનાને નાથવા માટે પ્રયત્નો કરી રહી છે,, તો બીજીતરફ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે નિયમોના ભંગની ઘટનાઓ રોજ સામે આવી રહી છે તેવામાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલિયડ ગામે હજારોની જનમેદની સાથે શોભાયાત્રા નીકળતા સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે.. ઉંઘતું ઝડપાયેલું પોલીસ અને વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. મીડિયાએ સમગ્ર ઘટનાને ઉજાગર કરતા જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે અને પ્રાંત અધિકારીને તાત્કાલિક ધોરણે પલિયડ મોકલ્યા છે. ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડાએ પણ DySPને ઘટના અંગે તપાસ કરવા સૂચના આપી છે. હવે તપાસ અધિકારીઓ પલિયડ ગામે તપાસ કરશે અને ત્યારબાદ આયોજક અને લોકો સામે શું કાર્યવાહી થઈ શકે તેનો રિપોર્ટ બનાવશે અને રિપોર્ટના આધારે પગલાં લેવામાં આવશે તેવો કલેક્ટરે દાવો કર્યો છે. સાથે જ કલેક્ટરે એવો પણ દાવો કર્યો કે કાર્યક્રમ અંગે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં નહોતી આવી.. જેથી આયોજક સામે ગુનો નોંધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સૌ કોઈ જાણે છે કે હાલના સમયમાં કોઈપણ જાહેર પ્રસંગમાં ગણતરીના લોકો નિયમોને આધીન જોડાઈ શકે છે.. પરંતુ પલિયડ ગામે પાટોત્સવનું આયોજન કરાયું અને તેમાં હાથી, ડીજે સાથે વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં 7 હજારથી પણ વધુ લોકો ઉમટી પડ્યા. હજારોની જનમેદનીમાં ન તો કોઈએ માસ્ક પહેર્યા હતા કે ન કોઈએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતું. જ્યારે આટલા મોટા કાર્યક્રમનું આયોજન થતું હોય અને સ્થાનિક તંત્રને તેની જાણ ન હોય તે વાત ગળે ઉતરતી નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article