‘પંજા’ના પ્રપંચ પર પાટીદારોનો ‘પંચ’, SMCમાં એક ટિકિટના મોહમાં કોંગ્રેસે 36 બેઠક ગુમાવી

સુરતમાં કોંગ્રેસની કારમી હાર તો થઇ છે, પરંતુ તેની પાછળ એક અતિ મહત્વનું કારણ કોંગ્રેસનું જડતાપૂર્વક વલણ પણ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદારો સાથે કોંગ્રેસની દગાખોરીના કારણે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ અને કોંગ્રેસની ફજેતી થઇ.

  • TV9 Webdesk13
  • Published On - 23:10 PM, 23 Feb 2021
Patidars' Punch on 'Punja' scam, Congress loses 36 seats in SMC
Congress

સુરતમાં કોંગ્રેસની કારમી હાર તો થઇ છે, પરંતુ તેની પાછળ એક અતિ મહત્વનું કારણ કોંગ્રેસનું જડતાપૂર્વક વલણ પણ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદારો સાથે કોંગ્રેસની દગાખોરીના કારણે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ અને કોંગ્રેસની ફજેતી થઇ.

વાત એમ છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે PAAS દ્વારા બે ટિકિટ માગવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસે ન આપતા પાટીદારોએ કેજરીવાલના ઝાડુના સહારે કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા. પાસે કોંગ્રેસ પાસે ધાર્મિક માલવિયા અને એડવોકેટ સંજય ધોરાજીયાના પત્ની વિલાસ ધોરાજીયા માટે ટિકિટ માગી હતી, પરંતુ કોંગ્રેસે અંતિમ ક્ષણે પાસની પીઠમાં ખંજર ભોંકતા PAAS કોંગ્રેસથી વિમુખ થઇ અને આખરે સુરતમાં કોંગ્રેસના ભૂંડા હાલ થયા. આ સાથે જ સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય એન્ટ્રી પણ થઇ.