રાજસ્થાનના સિરોહીમાંથી 3 કરોડથી વધુની રોકડ સાથે પાટણના બે આરોપી ઝડપાયા, હવાલાની રોકડ હોવાનો ખુલાસો, જુઓ Video

|

Sep 25, 2023 | 11:42 AM

આબુ રોડ પર આવેલા રિકો પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા રવિવારે મોટી કાર્યવાહી કરીને એક કારમાંથી 3 કરોડ 15 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. સાથે જ પાટણના બે આરોપીઓની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલી રોકડ હવાલાના હોવાની માહિતી છે.

રાજસ્થાનના સિરોહીમાંથી 3 કરોડથી વધુની રોકડ સાથે પાટણના બે આરોપી ઝડપાયા, હવાલાની રોકડ હોવાનો ખુલાસો, જુઓ Video

Follow us on

Patan :  રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા આબુ રોડ પરથી કારમાંથી 3 કરોડ 15 લાખની રોકડ (Cash) મળી આવી હતી. કારમાંથી બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પાટણ જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે. પોલીસે બંને આરોપીઓની વધુ પુછપરછ શરુ કરી છે.

આ પણ વાંચો-Surat Rain : ભારે વરસાદ બાદ ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા, અનેક સ્થળોએ ટ્રાફિક જામ થયો, જુઓ Video

આબુ રોડ પર આવેલા રિકો પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા રવિવારે મોટી કાર્યવાહી કરીને એક કારમાંથી 3 કરોડ 15 લાખની રોકડ જપ્ત કરી છે. સાથે જ પાટણના બે આરોપીઓની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલી રોકડ હવાલાની હોવાની માહિતી છે. પોલીસે કલમ 102 હેઠળ રકમ જપ્ત કરી અને આ કેસમાં પાટણના સાંતલપુરના રહેવાસી નરેશ કુમાર અને પાટણના કંબોઇના રહેવાસી અજીતસિંહની ધરપકડ કરી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પોલીસ દ્વારા હાલ બંને આરોપીઓની પૂછપરછમાં કરવામાં આવી રહી છે. આબુ રોડ રિકો પોલીસ સ્ટેશનના અધિકારી સુરેશ ચૌધરીએ જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એસપી જ્યેષ્ઠા મૈત્રેયીની સૂચનાથી રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર સ્થિત માવલ ચોકી પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને નાકાબંધી કરવામાં આવી રહી છે.જે દરમિયાન આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

રવિવારે સિરોહીથી ગુજરાત જઈ રહેલી એક કારને અટકાવવામાં આવી હતી. કારમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તે અંગે ડ્રાઈવરને પૂછપરછ કરવામાં આવતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.પોલીસને કાર ચાલક અને કારમાં બેઠેલી અન્ય વ્યક્તિના હાવભાવ પરથી શંકા ગઈ હતી અને કારની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાં એક સ્પેશિયલ બોક્સ હતું. જેને ખોલતાં તેમાં મોટી રકમની રોકડ મળી આવી હતી.

બંને યુવકોને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને કાર અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. રોકડની ગણતરી વખતે એક મશીન લાવવામાં આવ્યું હતું અને 3 કરોડ 15 લાખની રોકડ મળી આવી હતી. પોલીસે રોકડ રકમ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.પકડાયેલા યુવકની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આ અંગે આવકવેરા વિભાગને જાણ કરી છે, જેના આધારે જોધપુરથી આવકવેરા વિભાગની ટીમ આવીને આગળની કાર્યવાહી કરશે.

 પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article