
જો તમારામાં આવડત, સાહસ અને હિંમત હોય તો તમે તમારા જીવનના સૌથી મુશ્કેલ લક્ષ્યોને પણ હાંસલ કરી શકો છો. આજના આધુનિક યુગમાં શિક્ષણનું ખુબ મહત્ત્વ છે. લોકો તેમના બાળકોના શિક્ષણ પાછળ લાખો રૂપિયા ખર્ચે છે, જેથી તેમના બાળકો મોટા થઈને પગભર બને કે પછી સારી નોકરી મેળવે. જો કે, ગુજરાતના એક નાનકડા ગામના મહિલાના નસીબમાં શિક્ષણ તો નહોતું, પરંતુ તેમણે પોતાની કળા થકી દેશ-વિદેશમાં પોતાનું નામ રોશન કર્યું છે. ગુજરાતના પાટણ જિલ્લાના બકુત્રા ગામના રહેવાસી ગૌરીબેને તેમની આવડત અને હિંમત થકી હસ્તકલા ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી છે અને આજે વિદેશમાં પણ તેમનું નામ ગુંજતું થયું છે. ગૌરીબેને 17 વર્ષની વયે જે પરિવર્તનનું સપનું જોયું હતું તે આજે સાકાર થયું છે. ગૌરીબેન જે ગામમાંથી આવે છે, ત્યાં રોજગાર અને શિક્ષણ નથી. પાણીના અભાવે ખેતી યોગ્ય રીતે થઈ શકતી નથી. ગૌરીબેને લગભગ 30 વર્ષ પહેલા હસ્તકલા એટલે કે ભરત ગૂંથણનું કામ શરૂ કર્યું હતું. ધીમે ધીમે તેમનું કામ વધવા લાગ્યું. ગૌરીબેને પોતાની સાથે...