Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિને પાટણ જિલ્લાને મળશે 369 કરોડના 429 વિકાસના કામોની ભેટ

|

Apr 30, 2022 | 10:47 PM

ગુજરાતની સ્થાપના દિવસે ( Gujarat Foundation Day) મુખ્યમંત્રી વિકાસ કામોના લોકાર્પણ કરનાર છે. આ વિકાસ કામોમાં 11 વિભાગાના 1261 કામોનં લોકાર્પણ થનાર છે. આ કામોમાં ગૃહ વિભાગના 03 કામો અંતર્ગત પોલીસ અધિકારીઓ અને કર્મયોગીઓના રહેણાંકનો સમાવેશ થાય છે.

Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિને પાટણ જિલ્લાને મળશે 369 કરોડના 429 વિકાસના કામોની ભેટ
Gujarat Cm Bhupendra Patel(File Image)

Follow us on

ગુજરાતના(Gujarat)મહત્વના એવા પાટણ(Patan)માં 1લી મે- ગુજરાત સ્થાપના દિવસની(Gujarat Foundation Day)ઉજવણી યોજાનાર છે.આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ મળશે. તેના પગલે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વિકાસની નવી ઉંચાઈ પ્રસ્થાપિત થશે. આ કામોમાં પાટણના નાગરિકોને રૂપિયા 264 કરોડના પાણી કામોનો પણ સમાવેશ થાય છે.તેના પગલે પાટણ જિલ્લાના ચાર તાલુકા સહિત કાંકરેજ તાલુકના ખાતમુહૂર્ત નાગરિકોને પણ પાણીના કમોની વિશેષ ભેટ ઉપલબ્ધ થશે.

39 ગામોની 132351ની વસ્તીને રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળશે

રાજયના સ્થાપના દિવસે પંચાયત વિભાગના સીસી રોડ, પીવાની પાઇપ લાઇન ,પેવર બ્લોક સહિત 162 કામો રૂ 226.31 લાખના ખર્ચે નિર્માણ પામનાર છે. જેનાથી 144 ગામોની 28019 લોકોને ફાયદો થનાર છે. દેલવાડા અને નાગવાસણા ખાતે રૂ 50 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુર્હુતથી આરોગ્ય વિભાગના 02 કામોમાં 02 ગામની 10,000 વસ્તીને આરોગ્યની સેવાઓના લાભ મળનાર છે. રૂ 6450 લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગના 06 કામો જેમાં 39 ગામોની 132351ની વસ્તીને રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળનાર છે.

સિધ્ધપુર વાસીઓને ફાયદો થશે

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના 03 કામો 26435.95 લાખના ખર્ચે તૈયાર થનાર છે જેનાથી 01 ગામની 1476 પાટણવાસીઓ લાભ લઇ શકનાર છે. બાલીસણા, અજા અને ભાટસણ ખાતે આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ થનાર છે .મહિલા અને બાળ વિકાસના રૂ 21 લાખના ખર્ચે 03 કામોના આંગણવાડી મકાનોના ખાતમુર્હુત થનાર છે. જેનાથી 03 ગામોની 379 બાળકને પોષ્ટીક આહાર મળી રહેશે સિધ્ધપુર નગરપાલિકા દ્વારા રૂ 96 લાખના ખર્ચે 01 કામનું ખાતમુર્હુત થનાર છે જેનાથી 2050 સિધ્ધપુરવાસીઓને ફાયદો થનાર છે .

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

26 આંગણવાડીના મકાનોનું લોકાર્પણ કરાશે

ગુજરાતની સ્થાપના દિવસે મુખ્યમંત્રી વિકાસ કામોના લોકાર્પણ કરનાર છે. આ વિકાસ કામોમાં 11 વિભાગાના 1261 કામોનં લોકાર્પણ થનાર છે. આ કામોમાં ગૃહ વિભાગના 03 કામો અંતર્ગત પોલીસ અધિકારીઓ અને કર્મયોગીઓના રહેણાંક , પંચાયત વિભાગના સીસીરોડ઼. પેવર બ્લોક , ગટર લાઇન સહિત ગ્રામ સુવિધાના કામો .રૂ 50 લાખના ખર્ચે સમોડા અને મીઠા ધરવા ખાતે તૈયાર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, ઓરૂમાણા, ગોલીવાડા અને નાંદોત્રી ખાતે સરકારી શાળાના મકાનનું લોકાર્પણ, રાધનપુર, સમી, પાટણ અને સરસ્વતી તાલુકાની 26 આંગણવાડીના મકાનોનું લોકાર્પણ કરાશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1000 આવાસ  લોકાર્પણ

આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગના 26 કામો, જળ જીવન મિશન, નલ સે જલ યોજના અંતર્ગત કામના લોકાર્પણ, સિધ્ધપુર નગરપાલિકાનું કામ, પાટણ નગરપાલિકાનું 01 કામ,વાગડોદ અને ધરમોડા ખાતે નવી અધતન આઇ.ટી.આઇ મકાન, શ્રમ અને રોજગાર વિભાગના 02 કામો, ગ્રામ વિકાસ વિભાગની મનરેગા યોજનાના 25 કામો ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1000 આવાસ  લોકાર્પણનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  Ahmedabad : શહેરના પોશ વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સમાં રવાડે ચઢાવવાના ષડયંત્રનો પર્દાફાશ, જાણો વિગતે

આ પણ વાંચો : Valsad : ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી 

 

Published On - 10:42 pm, Sat, 30 April 22

Next Article