Gujarat Foundation Day: પાટણ જિલ્લામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, 369 કરોડના 429 વિકાસના કામોની ભેટ

|

May 01, 2022 | 7:38 AM

Gujarat Foundation Day 2022: ઉજવણી પ્રસંગે પાટણને (Patan) ગૌરવ ગાનથી નાગરિકો પરીચીત થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા 1 મે રવિવારના રોજ સાંજે 07-30 કલાકે યુનિવર્સિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ પાટણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું (cultural programs) આયોજન કરાયું છે.

Gujarat Foundation Day: પાટણ જિલ્લામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, 369 કરોડના 429 વિકાસના કામોની ભેટ
Gujarat Foundation Day

Follow us on

પાટણ (Patan) જિલ્લામાં આજે ગુજરાત સ્થાપના દિવસની (Gujarat Foundation Day) ઉજવણી ધામધુમથી થશે. પાટણમાં ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે તો આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ મળશે. તેના પગલે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં વિકાસની નવી ઉંચાઈ પ્રસ્થાપિત થશે.

પ્રથમવાર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ગાંધીનગર છોડીને અન્ય કોઈ જિલ્લામાં યોજાવાની છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી ,મુખ્યસચિવ, રાજ્યના DGP સહિત તમામ સચિવકક્ષાના અધિકારીઓ પોલીસના ઉચ્ચકક્ષાના અઘિકારીઓ અને રાજ્યના કેટલાક મંત્રીઓ પણ પાટણ ખાતે સ્થાપના દિવસની ઉજવણીમાં હાજર રહેવાના છે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

ઉજવણી પ્રસંગે પાટણને ગૌરવ ગાનથી નાગરિકો પરીચીત થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા 1 મે રવિવારના રોજ સાંજે 07-30 કલાકે યુનિવર્સિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ પાટણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્મોનું આયોજન કરાયું છે. પદ્મશ્રી વિષ્ણું પંડ્યા લિખિત ‘ગાશે ગુજરાત પાટણ ગાન’માં પાટણની પ્રભુતા ઉજાગર થશે. આ સંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત તેમજ પાટણની યશગાથા વર્ણવામાં આવશે, ગુજરાતની યશગાથા વર્ણવતા ગીતોને વિવિધ નૃત્ય સ્વરૂપે ગુજરાતના 175 જેટલા પ્રસિદ્ધ કલાકારો દ્વારા મંચ પર રજૂ કરવામાં આવશે.

પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિરીક્ષણ સહિત વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં પોલીસ વિભાગ પણ સહભાગી બન્યો છે. નાગરિકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે તેમજ પોલીસની વિવિધ કામગીરીથી નાગરિકો અવગત થાય તે હેતુથી પોલીસ દ્વારા વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ કાર્યક્મોમાં પરેડ, રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો, બેન્ડ ડિસ્પલે સહિત સાંસ્કૃતિ કાર્યક્મોનું આયોજન કરાયું છે.

રાજ્યના સ્થાપના દિવસે પંચાયત વિભાગના સીસી રોડ, પીવાની પાઈપ લાઈન, પેવર બ્લોક સહિત 162 કામો રૂ 226.31 લાખના ખર્ચે નિર્માણ પામવાનું છે. જેનાથી 144 ગામોના લોકોને ફાયદો થવાનો છે. દેલવાડા અને નાગવાસણા ખાતે રૂ 50 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુર્હુતથી આરોગ્ય વિભાગના 02 કામોમાં 02 ગામની 10,000 વસ્તીને આરોગ્યની સેવાઓના લાભ મળવાનો છે. રૂ 6,450 લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગના 06 કામો, જેમાં 39 ગામોની 1,32,351ની વસ્તીને રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળવાની છે.

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના 03 કામો લાખોના ખર્ચે કરવામાં આવશે. બાલીસણા, અજા અને ભાટસણ ખાતે આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ થવાનું છે. મહિલા અને બાળ વિકાસના રૂ 21 લાખના ખર્ચે 03 કામોના આંગણવાડી મકાનોના ખાતમુર્હૂત થવાનું છે. જેનાથી 03 ગામોની 379 બાળકને પૌષ્ટિક આહાર મળી રહેશે. સિધ્ધપુર નગરપાલિકા દ્વારા રૂ 96 લાખના ખર્ચે 01 કામનું ખાતમુર્હૂત થવાનું છે. જેનાથી 2050 સિધ્ધપુરવાસીઓને ફાયદો થવાનો છે.

આ પણ વાંચો-Gujarat Assembly Election 2022: હાર્દિક પટેલ CM બને કે નરેશ પટેલ, પણ બનવો જોઈએ કોંગ્રેસનો- ભરતસિંહ સોલંકી, કહ્યું કે હાર્દિક પર ટિપ્પણી કરવા માટે હું અસમર્થ

આ પણ વાંચો-Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિને પાટણ જિલ્લાને મળશે 369 કરોડના 429 વિકાસના કામોની ભેટ

Next Article