અમદાવાદ એરપોર્ટ પરથી 42 લાખની વિદેશી ચલણી નોટ સાથે ઝડપાયો મુસાફર

અમદાવાદ એરપોર્ટ પરથી 42 લાખની વિદેશી ચલણી નોટ સાથે ઝડપાયો મુસાફર

| Edited By: | Updated on: Jan 14, 2026 | 6:30 PM

સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, અજય જંસારી પાસેથી મળેલ વિદેશી ચલણી નોટ, ભારતમાં ગેરકાયદે સોનુ અને ગાંજો ઘૂસાડવા માટેના એડવાન્સ પેમેન્ટ ચૂકવવાના એક ભાગ તરીકે હોઈ શકે છે. શંકાના આધારે કસ્ટમ વિભાગે બેંગકોક જઈ રહેલા મુસાફરને અટકાયત કરી છે. જેમની પાસેથી વિદેશી કરન્સી મળી આવી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી એક મુસાફર વિદેશી ચલણ પોતાની સાથે નિયમ વિરુદ્ધ લઈ જતો ઝડપાયો છે. એરપોર્ટ પના કસ્ટમ વિભાગે, આ મુસાફર પાસેથી રૂપિયા 42 લાખની વિદેશી કરન્સી જપ્ત કરી છે. વિદેશ જતા સમયે, મુસાફરે કસ્ટમ વિભાગ સમક્ષ વિદેશી કરન્સી જાહેર ના કરીને લઈ જતો હતો તે દરમિયાન પકડાયો. કસ્ટમ્સ એક્ટ અને FEMA અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

8,91,000 અમેરિકન ડોલરની 100 નોટ, 12,73,300 પાઉન્ડની ચલણી નોટ તેમજ બીજા મુસાફર પાસેથી પણ 20,42,040 પાઉન્ડની પણ બીજી નોટ સહીત અન્ય દેશના ચલણની પણ નોટ મળી આવી છે. અમદાવાદ એરપોર્ટ પરના કસ્ટમ વિભાગે, અજય જંસારી નામના પ્રવાસી પાસેથી જપ્ત વિદેશી કરન્સી જપ્ત કરી છે. કસ્ટમ વિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. અમદાવાદથી બેંગકોકની વિયત જેટ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહ્યો હતો યાત્રી. AIU યુનિટની સતર્કતા અને અગાઉથી મળેવ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, અજય જંસારી પાસેથી મળેલ વિદેશી ચલણી નોટ, ભારતમાં ગેરકાયદે સોનુ અને ગાંજો ઘૂસાડવા માટેના એડવાન્સ પેમેન્ટ ચૂકવવાના એક ભાગ તરીકે હોઈ શકે છે. શંકાના આધારે કસ્ટમ વિભાગે બેંગકોક જઈ રહેલા મુસાફરને અટકાયત કરી છે. જેમની પાસેથી વિદેશી કરન્સી મળી આવી છે. આ બન્ને મુસાફરો પાસેથી મળી આવેલ વિદેશી ચલણની કાયદેસરતા અંગે પુરાવાઓ માંગવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ એરપોર્ટ પરથી 80 લાખની ચલણી નોટ કબજે કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો