પંચમહાલ : હાલોલના ભીખાપુરા પાસે SRP જવાનો ભરેલી બસ પલટી, 30થી વધુ જવાનો ઈજાગ્રસ્ત
પાવાગઢ નજીક ડુંગરાળ વિસ્તારમાંથી ફાયરિંગની તાલીમ પૂર્ણ કરી દાહોદના પાવડી એસઆરપી ગ્રુપના જવાનો પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. જવાનોને લઈને બસ પસાર થઈ રહી હતી ત્યારે બસની બ્રેક ફેલ થઈ હતી. તેથી જવાનો ભરેલી બસ બેકાબૂ થઈ હતી અને કોતરમાં ઉતરી ગઈ અને પલટી મારી ગઈ હતી.

પંચમહાલના હાલોલના ભીખાપુરા પાસે SRP જવાનોને લઈ જતી ગાડી પલટી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 30થી વધુ ઈજાગ્રસ્ત SRP જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે SRP જવાનોને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતા જ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
મળતી માહિતી અનુસાર, પાવાગઢ નજીક ડુંગરાળ વિસ્તારમાંથી ફાયરિંગની તાલીમ પૂર્ણ કરી દાહોદના પાવડી એસઆરપી ગ્રુપના જવાનો પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. જવાનોને લઈને બસ પસાર થઈ રહી હતી ત્યારે બસની બ્રેક ફેલ થઈ હતી. તેથી જવાનો ભરેલી બસ બેકાબૂ થઈ હતી અને કોતરમાં ઉતરી ગઈ અને પલટી મારી ગઈ હતી.
આ પણ વાંચો પંચમહાલ: મોરવા હડફના મોરા નજીક પેસેન્જર રીક્ષા પલટી, એક મહિલાનું મોત
આ દુર્ઘટનામાં 30થી વધુ જવાનોને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોને 108ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે SRP જવાનોને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે.