પંચમહાલ: મોરવા હડફના મોરા નજીક પેસેન્જર રીક્ષા પલટી, એક મહિલાનું મોત
મોરવા હડફના મોરા નજીક પેસેન્જર ભરેલ રીક્ષાના ચાલકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. છકડો રીક્ષા પલટી જતાં અન્ય મુસાફરોએ રીક્ષા નીચે દબાયેલા પેસેન્જરોને બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોરા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.
પંચમહાલના મોરવા હડફના મોરા નજીક પેસેન્જર ભરેલી રીક્ષા પલટી હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. તો અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે બનાવને લઈ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરવા હડફના મોરા નજીક પેસેન્જર ભરેલ રીક્ષાના ચાલકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. છકડો રીક્ષા પલટી જતાં અન્ય મુસાફરોએ રીક્ષા નીચે દબાયેલા પેસેન્જરોને બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોરા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું અને છ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે.
Published on: Oct 30, 2023 05:36 PM
Latest Videos

Breaking News : જામનગર નજીકના સુવરડા ખાતે ફાઈટર પ્લેન ક્રેશ

રાજકોટની જે.કે. કોટેજ કંપનીમાં આગ મામલે થયા મોટા ચોંકવનારા ખૂલાસા

ચિક્કાર પીધેલ હાલતમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત- Video

RUDAની મંજૂરી વગર જ ખડકાઈ હતી સાબુ બનાવવાની ફેક્ટરી
