Panchmahal : ગોધરામાં શ્વાનનો આતંક, રણછોડજી મંદિર નજીક શ્વાને 4 બાળકો સહિત 11 લોકોને ભર્યા બચકા

|

Apr 23, 2023 | 11:42 AM

રણછોડજી મંદિર નજીક શ્વાને 15 લોકોને બચકા ભર્યાની ઘટના સામે આવી હતી. 4 બાળકો સહિત 11 લોકોને બચકા ભરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હાલ તમામ લોકો ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Panchmahal : ગોધરામાં શ્વાનનો આતંક, રણછોડજી મંદિર નજીક શ્વાને 4 બાળકો સહિત 11 લોકોને ભર્યા બચકા

Follow us on

પંચમહાલના ગોધરામાંથી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. રણછોડજી મંદિર નજીક શ્વાને 15 લોકોને બચકા ભર્યાની ઘટના સામે આવી હતી. 4 બાળકો સહિત 11 લોકોને બચકા ભરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હાલ તમામ લોકો ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે શ્વાનના હુમલાના પગલે લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. અને રખડતા શ્વાન સામે પાલિકા કડક કાર્યવાહી કરે તેવી લોકોએ માગ કરી હતી.

આ પણ વાંચો : Panchmahal : તાજપુરી ગામમાં 39 કિલો ગાંજાના છોડ ઝડપાયા, ગોધરા SOGએ મુદ્દામાલ સહિત ખેતર માલિકની કરી ધરપકડ, જુઓ Video

તો મળતી માહિતી અનુસાર ગોધરાના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા 24 કલાકમાં 25 વ્યક્તિ શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે. શ્વાનના હુમલાનો ભોગ બનેલા 25 વ્યક્તિને તાત્કાલીક ધોરણે સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 6 લોકોને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

Stray dogs terror: Almost 15 were injured in a horrifying incidence of #dogbite near Ranchodji Mandir, Godhra#Panchmahal #Gujarat pic.twitter.com/JkBDLdGppN

— Tv9 Gujarati (@tv9gujarati) April 23, 2023

સુરતમાં બાળકીને છોડાવવા આવેલી મહિલાને પણ રખડતા શ્વાને બચકું ભરી લીધુ

તો બીજી તરફ સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં ઘરની બહાર જ હડકાયા શ્વાને બાળકીના ગાલની ચામડી પણ ખાઈ લીધી. બાળકીને છોડાવવા આવેલી મહિલાને પણ રખડતા શ્વાને બચકું ભરી લીધુ. ઘટનાને પગલે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યારે કોર્પોરેશનની શ્વાન પકડનારી ટીમે હડકાયા શ્વાનને પકડી લીધુ હતુ. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો હતો. ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા હતા.

સુરતમાં વર્ષ 2018થી અત્યાર સુધીમાં આટલા કેસ નોંધાયા

સુરતમાં શ્વાન કરડવાના કેસોની વાત કરીએ તો 15 દિવસમાં ડોગ બાઈટના 477 કેસ નોંધાયા છે. ફેબ્રુઆરીમાં નોંધાયેલા 477 કેસ પૈકી 22 કેસ ગંભીર હાલતમાં હતા. જાન્યુઆરી 2023માં 1205 લોકોને કુતરુ કરડ્યું હતું. તો વર્ષ 2018 માં સિવિલ હોસ્પિટલમાં 9,944 જ્યારે સ્મીમેરમાં 7154 કેસ નોંધાયા હતા. વર્ષ 2019 માં સિવિલમાં 11099 સ્મીમેરમાં 7375 કેસ નોંધાયા હતા. તો વર્ષ 2020માં સિવિલમાં 7124 સ્મીમેરમાં 5264 કેસ નોંધાયા હતા. વર્ષ 2021 માં સિવિલમાં 8,249 અને સ્મીમેરમાં 5431 કેસ ડોગ બાઈટના નોંધાયા હતા. તો વર્ષ 2022 માં સિવિલ હોસ્પિટલમાં 6810 અને સ્મીમેરમાં 5298 કેસ નોંધાયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:39 am, Sun, 23 April 23

Next Article