Panchmahal: પોલીસે પોક્સોના ગુનામાં એક અને દારૂના ગુનામાં બે આરોપીને પકડી પાડ્યા

|

May 21, 2022 | 3:20 PM

પાવાગઢ અને હાલોલ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Panchmahal: પોલીસે પોક્સોના ગુનામાં એક અને દારૂના ગુનામાં બે આરોપીને પકડી પાડ્યા
Panchmahal Police

Follow us on

પંચમહાલ (Panchmahal) પોલીસ (Police) એ વિવિધ ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે જેમાંથી એક આરોપીને લગ્નની લાલચ આપી અપહરણ કરવાના ગુનામાં પકડવામાં આવ્યો છે જ્યારે બે આરોપીને પ્રેહિબિશનના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ઉપરી અધિકારીએની સુચનાને પગલે પાવાગઢ અને હાલોલ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

બનાવની વિગતો અનુસાર પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં .543 / 2021 ઇ.પી.કો કલમ 363 , 366 તથા પોક્સો કલમ 12 મુજબના કામનો નાસતો ફરતો આરોપી વિજય અશોકભાઇ રાઠવા રહે. નાથકુવા તા.હાલોલ જી. પંચમહાલ હાલમાં સાબરકાંઠા જીલ્લાના તલોદ ખાતે હોવાની બાતમી મળતાં પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીને પકડવા સારુ એક ટીમ બનાવીને સાબરકાંઠાના તલોદ ખાતે રવાના કરાઈ હતી આ ટીમે ત્યાં જઈ આરોપી વિજય અશોકભાઈ રાઠવાને પકડી પાડી આગળની કાર્યવાહી સારુ કરવા માટે હાલોલ લાવવામાં આવ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ ઉપરાંત ગોધરા પોલીસે પણ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરી હતી જેના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમારને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે પાવાગઢ પોલીસ સ્ટેશનમાં. ગુ.ર.નં. 340/2020 પ્રોહી એકટ કલમ 65 એ , 65 ઇ , 81,98 ( 2 ) મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી કીરણભાઈ મનીયાભાઇ રાઠવા રહે . ગુડા તા.જી. છોટાઉદેપુર તથા હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુ.ર.નં. 246/2020 પ્રોહીબિશન એકટ કલમ 65 ( એ ) , 65 ( ઇ ) , 116 બી , 81,83,98 ( 2 ) મુજબના ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી અર્જુનભાઈ ધાનકાભાઈ રાઠવા રહે . કટારવાટ તા.જી. છોટાઉદેપુર જે હાલમાં ગોધરા બસ સ્ટેન્ડમાં ઉભેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે ગોધરા એલસીબીની ટીમ ગોધરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તેઓને બાતમી હકીકતથી વાફેક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરતા તેઓએ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરી સઆ બંને આરોપીને શોધી કાઢી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ પાવાગઢ પોલીસ સ્ટેશન તથા હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

Next Article