PANCHMAHAL : ધારાસભ્ય સી.કે.રાઉલજીને હાઈકોર્ટની ફટકાર, ધારાસભ્ય સી.કે.રાઉલજીએ કર્યો ખુલાસો

|

Aug 03, 2021 | 4:21 PM

હાઈકોર્ટે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીને ફટકાર લગાવવામાં આવી છે. મામલાની વિગતવાર વાત કરીએ તો પ્રવિણ ગઢવી નામના શખ્સ દ્વારા ધારાસભ્ય સી.કે.રાઉલજીને ફોન કરીને ધમકી મામલે એસડીએમ દ્વારા પ્રવિણ ગઢવીને તડીપાર કરવામાં આવ્યો હતો.

PANCHMAHAL : હાઈકોર્ટે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીને ફટકાર લગાવવામાં આવી છે. મામલાની વિગતવાર વાત કરીએ તો પ્રવિણ ગઢવી નામના શખ્સ દ્વારા ધારાસભ્ય સી.કે.રાઉલજીને ફોન કરીને ધમકી મામલે એસડીએમ દ્વારા પ્રવિણ ગઢવીને તડીપાર કરવામાં આવ્યો હતો. પ્રવિણ ગઢવીએ તડીપારના હુકમ સામે સ્ટે મેળવવા હાઇકોર્ટમાં અપીલ કરી છે. હાઈકોર્ટે સી.કે. રાઉલજીની ઝાટકણી કાઢતા કહ્યું કે, કોઈપણ નાગરિક કામો બાબતે રજુઆત કરે તો તેને તડીપાર કરશો ? લોકશાહી છે રાજાશાહી નહીં. હાઈકોર્ટે 13 તારીખે ધારાસભ્યને હાજર રહેવા આદેશ કર્યા છે. ત્યારે સી.કે.રાઉલજી ખુલાસો કરતા કહ્યું હતું કે, હજુ કોર્ટે મારી વાત સાંભળી નથી. સમન્સ મળ્યા બાદ કોર્ટમાં અમે અમારો પક્ષ રાખીશું ત્યારબાદ કોર્ટ જે નિર્ણય કરશે તે માન્ય રાખીશું.

 

Next Video