Panchmahal: ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા, રહીશો આવ્યા રસ્તા પર

|

Jul 11, 2021 | 5:21 PM

ભૂરાવાવ વિસ્તાર નજીક આવેલી ગટરમાં પ્રિ-મોનસુન કામગીરી યોગ્ય રીતે કરી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાય છે.

Panchmahal: ચોમાસુ (Monsoon) શરૂ થતાં જ શહેરી વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાતી હોય છે. પરંતુ તે પૂર્વે જો શહેરમાંથી પસાર થતાં નાળાઓ/ગટરોની યોગ્ય સફાઈ કરવામાં આવે અને પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તો આ સમસ્યાને ઘણી હદ સુધી રોકી શકાય છે. પરંતુ ગોધરા શહેરના રહીશો પોતાના ભૂરાવાવ વિસ્તાર (Bhuravav Aera)માં પાણી ભરાવાની સમસ્યાને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. જુઓ વીડિયો

 

 

ભૂરાવાવ વિસ્તાર નજીક આવેલી ગટરમાં પ્રિ-મોનસુન કામગીરી (pre-monsoon work) યોગ્ય રીતે કરી ન હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. જેને લઈને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. તે ઉપરાંત પાણીના નિકાલ માટે ગટરમાં ગેરકાયદેસર દબાણ પણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે ચોમાસાની દરેક સીઝનમાં ભુરાવાવ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાય છે. જેથી છેલ્લા કેટલાક વર્ષોથી આ વણઉકેલાયેલી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા આ વિસ્તારના રહીશો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: Vadodara : દૂધના ભાવવધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ, 20 કોંગીજનોની અટકાયત

 

આ પણ વાંચો: Panchmahal : પાવાગઢ ખાતે ભક્તોની ઉમટી ભીડ, કોરોના ગાઇડલાઇનનો ભંગ

Next Video