Big News : છેલ્લી ઘડીએ કોંગ્રેસ અને NCPએ ઉમેદવાર બદલ્યા, વિરોધના વંટોળને પગલે આ બેઠકના ઉમેદવારોના પત્તા કપાયા

Big News : છેલ્લી ઘડીએ કોંગ્રેસ અને NCPએ ઉમેદવાર બદલ્યા, વિરોધના વંટોળને પગલે આ બેઠકના ઉમેદવારોના પત્તા કપાયા

| Edited By: | Updated on: Nov 17, 2022 | 12:28 PM

નરોડા બેઠક પર કોંગ્રેસ અને NCP એ ગઠબંધન કર્યું છે, ત્યારે આ બેઠકના ઉમેદવાર નિકુલસિંહ તોમર આજે પોતાનું ફોર્મ પાછું ખેંચશે. તો આ તરફ હાલોલ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બદલવાની ફરજ પડી છે.

અમદાવાદની નરોડા બેઠક પર NCP એ ઉમેદવાર બદલ્યા છે. એનસીપીના ઉમેદવાર નિકુલસિંહ તોમરના બદલે હવે મેઘરાજ ડોડવાણી ઉમેદવારી ફોર્મ ભરશે. જ્યારે નિકુલસિંહ તોમર પોતાનું ફોર્મ પાછું ખેંચશે. મહત્વનું છે કે નરોડા બેઠક પર કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન થયેલું છે. નિકુલસિંહ અગાઉ કોંગ્રેસના મેન્ડેટ પર કોર્પોરેશનની ચૂંટણી જીતી ચૂક્યા છે.

હાલોલ બેઠક પર કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલ્યા

તો આ તરફ પંચમહાલ જિલ્લાની હાલોલ બેઠક પર કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલ્યા છે. અંતિમ યાદીમાં જાહેર કરાયેલા ગોધરાના ઉમેદવારને પણ બદલી દેવાયા છે. ગઈકાલે કોંગ્રેસે હાલોલ બેઠક પર ગોધરાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર પટેલને આપી ટિકિટ આપી હતી. રાજેન્દ્ર પટેલે ગોધરાથી ચૂંટણી લડવા માગ કરી હતી. હાલોલથી ટિકિટ મળતા રાજેન્દ્ર પટેલે કર્યો ચૂંટણી લડવાથી ઈનકાર કર્યો છે. છેલ્લી ઘડીએ હવે અનિસ બારિયાને ટિકિટ અપાઈ છે.

Published on: Nov 17, 2022 12:25 PM