ગુજરાતમાં (Gujarat) ડોકટરોની હડતાળને(Doctors Strike) લઈને ગોધરા (Godhra)સિવિલ હોસ્પિટલમાં 2 મૃતદેહો રઝળી પડ્યા હતા, ગોધરા સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં છેલ્લા 12 કલાકથી 2 મૃતદેહો ડોકટરના અભાવે પોસ્ટ મોર્ટમ વગર રઝળી પડ્યા હતા.આત્મહત્યાના બનાવમાં મૃત્યુ પામેલા યુવક અને યુવતીના મૃતદેહો સોમવાર સાંજના 6 વાગ્યાથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, હડતાળનું બહાનું આગળ ધરી ઇમરજન્સી સેવામાં કાર્યરત તબીબનું પરિજનો સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તન કર્યાનો પરિજનોનો આક્ષેપ કર્યો હતો. આરોગ્ય મંત્રી નિમિષા સુથારની સુચનાને પગલે 20 કલાક બાદ બન્ને મૃતદેહોના પોસ્ટ મોર્ટમ કર્યા હતા. રાજ્યભરમાં હાલ સરકારી ઇન સર્વિસ તબીબોની હડતાળને પગલે દર્દીઓ તેમજ પરિજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે પ્રેમી પંખીડાએ આત્મ હત્યા કરી હતી. ત્યાર બાદ મૃતદેહોને લઈને પરિજનો ગોધરા સિવિલ હોસ્પિટલમાં સોમવારે સાંજે 6 વાગ્યાના સુમારે લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મંગળવારે વહેલી સવારથી તમામ પોલીસ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પરિજનો દ્વારા બન્ને મૃતદેહો ના પોસ્ટ મોર્ટમ કરવા માટે ગોધરા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં હાજર તેમજ અન્ય તમામ સ્ટાફને અનેક વખત રજુઆત કર્યા બાદ પણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ન હતું.
જ્યારે હાજર તબીબએ હડતાળ હોવાનું જણાવી પોસ્ટ મોર્ટમ કરવાની જ ના પાડી દઈને પરિજનો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું. 12 કલાક ઉપરાંતનો સમય વીતવા છતાં પણ સિવિલ હોસ્પિટલ ગોધરાના સત્તાધીશો દ્વારા મોતનો મલાજો પણ ન જાળવ્યો હતો. સમગ્ર મામલે મીડિયા દ્વારા ઇમરજન્સી વિભાગમાં હાજર તબીબને પૂછવામાં આવતા તબીબ દ્વારા મીડિયા સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. સમગ્ર મામલે મીડિયા માધ્યમોમાં અહેવાલ પ્રસારિત થયા બાદ આરોગ્ય મંત્રી નિમિષા સુથાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સિવિલ સત્તાધીશોને જણાવતા બન્ને મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ 20 કલાક બાદ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ઇન સર્વિસ તબીબોની હડતાળ ભલે ચાલતી હોય પરંતુ એક તબીબ દ્વારા દર્દી અને તેમના પરિજનો તેમજ મીડિયા સાથે તબીબ દ્વારા કરવામાં આવેલ વર્તન કેટલું યોગ્ય તે મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો : Ahmedabad: બોલિવૂડ સેલિબ્રિટીઝના ઘર સાથે ગુજરાતનું કનેક્શન, ડેકોરેશન માટે મેડ-ઇન-ગુજરાત ઇંટો પહેલી પસંદ
આ પણ વાંચો : Rajkot: તબીબોની સતત બીજા દિવસે હડતાળ, 125થી વધુ ઓપરેશન ટલ્લે ચડ્યા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો