Panchmahal : ગોધરા તાલુકાના વેજલપુર ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલે આદિજાતિના બાળકોને આપ્યુ ઉજ્જવળ ભવિષ્ય

|

Aug 08, 2023 | 2:04 PM

આદિજાતિના બાળકોને ઉત્તમોત્તમ વાતાવરણ અને શિક્ષણ પૂરી પાડી તેમને સમાજના અન્ય વર્ગોના બાળકો સામેની સ્પર્ધામાં સમાન તકો મળી રહે તે માટે પ્રાયોજના વહીવટદારની કચેરી, પંચમહાલ હેઠળ એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળાઓની શરૂઆત કરવામાં આવી છે.

Panchmahal : ગોધરા તાલુકાના વેજલપુર ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલે આદિજાતિના બાળકોને આપ્યુ ઉજ્જવળ ભવિષ્ય
Eklavya Model School

Follow us on

Panchmahal : આદિજાતિના બાળકોને ઉત્તમોત્તમ વાતાવરણ અને શિક્ષણ પૂરી પાડી તેમને સમાજના અન્ય વર્ગોના બાળકો સામેની સ્પર્ધામાં સમાન તકો મળી રહે તે માટે પ્રાયોજના વહીવટદારની કચેરી, પંચમહાલ હેઠળ એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળાઓની શરૂઆત કરવામાં આવી છે. પંચમહાલના ગોધરા તાલુકાના વેજલપુર ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલ આ સ્કૂલોની ઉજ્જવળ પરંપરાને આગળ વધારી રહી છે.

આ પણ વાંચો : Panchmahal : જાંબુઘોડામાંથી પસાર થતી સુખી નદી બે કાંઠે વહી, જૂઓ Video

2007થી શરૂ થયેલી આ શાળામાં ધોરણ 6 થી 12ના કુલ 1098 આદિવાસી વિધાર્થીઓ અત્યારસુધી આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા છે. આજે કોઈક ડૉક્ટર તો કોઈક વિધાર્થી એન્જિનિયર બન્યા છે. તો સરકારી નોકરીઓમાં પણ આ વિધાર્થીઓએ કેડી કંડારી છે. ચાલુ વર્ષે કુલ 386 આદિવાસી બાળકો પોતાના અને પરિવારના સપનાઓ પૂર્ણ કરવા આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

છેલ્લા બાર વર્ષથી ધોરણ-10 માં 100 ટકા પરિણામ મેળવી રહી છે શાળા

શાળાના પ્રિન્સિપાલ ભદ્રેશ સુથાર જણાવે છે કે, શાળા છેલ્લા બાર વર્ષથી ધોરણ-10 માં 100 ટકા પરિણામ મેળવી રહી છે. વર્ષ 2018-19થી શાળામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની શરૂઆત થયા બાદ 12-કોમર્સમાં 100 ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે 95 ટકા પરિણામ મેળવ્યું છે. આ શાળાના આદિવાસી વિદ્યાર્થીઓ આજે એમ.બી.બી.એસ.,એંજીનિયરિંગ સહિતના ક્ષેત્રોમાં પ્રવેશ મેળવીને ઉજ્જ્વળ ભવિષ્ય બનાવ્યુ છે.

શાળામાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અને જીવવિજ્ઞાનની તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ પ્રયોગશાળાઓ, કોમ્પ્યુટર લેબોરેટરી, એક્ટીવીટી હોલ, પુસ્તકાલય, ઓડિટોરીયમ, સંગીત રૂમ સહિતની અદ્યતન આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. બાળકો અભ્યાસમાં તો નિપુણ બને જ છે પરંતુ સાથે ખેલ-કૂદ અને કલાક્ષેત્રે પણ તેમની રસ-રૂચિ અનુસાર કૌશલ્ય કેળવે તે પ્રકારે શાળામાં પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક સહિત અનેક વસ્તુઓ આપે છે વિનામૂલ્યે

તેમજ આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક, સ્ટેશનરી, ગણવેશ તેમજ અન્ય દૈનિક જરૂરિયાતોની વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. સોનલને અંગ્રેજી માધ્યમની સારી શાળામાં અભ્યાસ કરાવવાની તેના માતા-પિતાની ઈચ્છા આ શાળા મારફતે પૂર્ણ થઈ છે. શાળામાં વિદ્યાર્થીઓ સ્વાવલંબી,નિયમિત અને સ્વંયશિસ્તમાં રહે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો હેતુ સાથે અહીં બાળકોના અભ્યાસ જેટલો જ સમય રમત અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃતિઓ પાછળ ફાળવવામાં આવે છે.

વિદ્યાર્થીઓને બે ટાઇમ જમવાની સાથે બે ટાઇમ નાસ્તો ઉપરાંત બે ટાઇમ દૂધ અને ફળ પણ આપવામાં આવે છે. આદિવાસી વિસ્તારોના બાળકોને અંગ્રેજી માધ્યમની નિવાસી શાળાનો ઉત્તમ વિકલ્પ પૂરી પાડતી એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓ શિક્ષણક્ષેત્રે નવા માપદંડો ઉભા કરીને સરકારના આદિજાતી વિકાસની પરિસંકલ્પનાને પૂર્ણ કરી રહી છે.

( વીથઈન પુટ – નિકુંજ પટેલ ) 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article