પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં ભારે વરસાદને લઇ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ધોધમાર વરસાદને પગલે નદી અને નાળામાં પૂરની સ્થિતિ છે. તો જાંબુઘોડામાંથી પસાર થતી સુખી નદી બે કાંઠે વહી રહી છે.