
પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી લીધી હતી. ટુંકમાં 28 બેઠકમાંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.ભાજપે અનેક મનપા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બિનહરીફ જીત મેળવી પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી છે. આ સાથે શેહરા નગર પાલિકાની કુલ 28 બેઠકો પૈકી 17 બેઠકો બિન હરીફ તો જે બેઠકો પર ચૂંટણી યોજાય હતી. તે તમામ 11 બેઠકો પર ભાજપની જીત થઈ છે.
આજે રાજ્યમાં લોકશાહીના પર્વનો મહત્વપૂર્ણ દિવસ છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સાથે હજારો ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થવાનો છે. મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહ્યો છે કે સત્તા કોના હાથમાં જશે. રવિવારે સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જે મતદારોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં 25,579 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 730 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.
Published On - 11:17 am, Tue, 28 April 26