પાક મરીન સિકયુરિટી એજન્સીની નાપાક હરકત, પોરબંદરની એક બોટ સાથે 6 માછીમારોનું અપહરણ થતા ખળભળાટ

| Edited By: | Updated on: Oct 10, 2021 | 2:46 PM

Porbandar: IMBL નજીક પાક મરીન સિક્યુરિટી એજન્સીની નાપાક હરકત સામે આવી છે. થોડા જ દિવસમાં ફરી બોટ સાથે 6 માછીમારોને પાકિસ્તાન મરીન ઉઠાવી ગયું છે.

પોરબંદર મોટા સમાચાર આવ્યા છે. IMBL નજીક પાક મરીન સિક્યુરિટી એજન્સીની નાપાક હરકત જોવા મળી છે. માહિતી અનુસાર વધુ એક ફિશિંગ બોટ સાથે 6 માછીમારોને પાકિસ્તાન મરીન ઉઠાવી ગયું છે. ત્યારે થોડા દિવસ પહેલા જ 4 ફિશિંગ બોટ સાથે 24 માછીમારોનું અપહરણ કરાયું  હતું. તો આજે પોરબંદરની એક બોટ સાથે 6 માછીમારોનું અપહરણ થતા ખળભળાટ મચી ગયો છે. દર વર્ષે નવરાત્રીમાં ફિશિંગ બોટનું અપહરણ થતું હોવાથી માછીમારોમાં ફફડાટ છે. તેમજ માગ કરી રહ્યા છે કે પાક મરીન સિકયુરિટી એજન્સી અવારનવાર માછીમાર પકડી જાય છે તેમને મુક્ત કરાવવામાં આવે.

થોડા દિવસ પહેલા જ બોટ સહીત 24 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં ફરી આવી ઘટના બનતા માછીમારોમાં ભય પ્રવર્તી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં માછીમારી કરવા માટે સ્થાનિક માછીમારી કરવા જતા હોય છે. જેમાં થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રની ફિશિંગ બોટ સહિત 24 માછીમારોનું અપહરણ થયું હતું. માહિતી અનુસાર તે બોટ ઓખા અને પોરબંદરની હોવાનું સામે આવ્યું હતું, સતત આવા અપહરણના વધતા જતા બનાવોને લઈને માછીમારોની સુરક્ષા પર સવાલ ઉભો થાય છે. પાકની નાપાક હરકતોથી માછીમારોની સમસ્યાઓ વધતી જ રહી છે.

 

આ પણ વાંચો: શિવાંશના પિતા સચિન દીક્ષિતના કામ અને ચાલચલગત વિશે કંપનીના માલિકે કરી વાત, આવો છે તેનો સ્વભાવ!

આ પણ વાંચો: શું પ્રશાંત કિશોર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ‘સંકટ મોચક’ બનશે? જાણો ક્યારે થશે પાર્ટીમાં એન્ટ્રી અને કોંગ્રેસની રણનીતિ શું છે

Published on: Oct 10, 2021 02:37 PM