MLA હાર્દિક પટેલે કામ નથી કર્યા ? વરૂણ પટેલે કહ્યું, જો કામ કર્યું હોત તો વિરમગામની આ દશા હોત ? જુઓ વીડિયો

MLA હાર્દિક પટેલે કામ નથી કર્યા ? વરૂણ પટેલે કહ્યું, જો કામ કર્યું હોત તો વિરમગામની આ દશા હોત ? જુઓ વીડિયો

| Edited By: | Updated on: Aug 03, 2025 | 12:42 PM

સ્થાનિક રાજકીય જાણકારો કહે છે કે, કોઈની દોરવણી હેઠળ પાટીદાર અનામત આંદોલનના બન્ને નેતાઓએ વિરમગામના વિકાસના નામે રાજકારણ શરુ કર્યું છે. આવનારા દિવસોમાં પાટીદાર અનામત આંદોલનના બન્ને નેતાઓ એક મંચ પર જોવા મળે તો નવાઈ નહીં.

ગુજરાતના રાજકારણમાં વિરમગામ કાયમ માટે મહત્વનું સેન્ટર રહ્યું છે. અનેક રાજકીય કાવાદાવામાં વિરમગામે ભાગ ભજવ્યો છે. આવા સમયે ફરી એકવાર વિકાસના નામે વિરમગામમાંથી અવાજ ઉઠ્યો છે. આ વખતે વિકાસના કામ ના થવાની જાહેર રજૂઆત કરનારા બીજા કોઈ નહીં, પરંતુ કોંગ્રેસમાંથી ભાજપ આવનાર અને વર્તમાન ધારાસભ્ય, પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કરી છે. તો આની સામે પાટીદાર અનામત આંદોલનના નેતા અને ભાજપમાં જ રહેલા વરૂણ પટેલે નામ લીધી વિના કહ્યું છે કે, વિરમગામની આવી દશા માટે જવાબદાર કોણ ? વિકાસ માટેના 45 કરોડ રૂપિયા કયા વપરાયા ?

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પ્રાથમિક સુવિધાઓના મુદ્દે, રહીશો દ્વારા કરાનારા આંદોલનમાં જોડાવવાની ચિમકી ભાજપના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કરતા, તંત્ર દોડતુ થયું હતું. ગાંધીનગર GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) અને પ્રાદેશિક કમિશ્નરના અધિકારીઓએ વિરમગામમા ધામા નાખ્યાં હતા. વિરમગામ નાયબ કલેકટર કચેરીએ, ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓ લાંબો સમય બેઠક યોજીને ધારાસભ્યે ઉઠાવેલા મુદ્દાઓ અંગે છણાવટ કરી હતી. બેઠકમા પ્રાથમિક સુવિધાઓ મુદ્દે નિરાકરણ લાવવા ચર્ચાઓ કરાઇ હતી.

તો બીજી તરફ ભાજપ અને પાટીદાર અનામત આંદોલનના નેતા વરૂણ પટેલે, કોઈનુ નામ લીધી વિના અણિયારા સવાલ કર્યા છે. વરૂણ પટેલે સોશિયલ મીડિયામાં આ અંગે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. પોસ્ટ કરાયેલા વીડિયોમાં વરૂણ પટેલે અનેક સવાલો કર્યાં છે. વિરમગામની આવી દશા માટે જવાબદાર કોણ ? 45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છતા પણ આવી સ્થિતિ કેમ ? રૂપિયા 45 કરોડ ખાઈ જનાર કોણ ?
ગામના તમામ કોર્પોરેટર અને ચીફ ઓફિસર વિરુદ્ધ રજૂઆત કરીને ભ્રષ્ટાચારના ભાગીદારોને બચાવનાર કોણ ?

સ્થાનિક રાજકીય જાણકારો કહે છે કે, કોઈની દોરવણી હેઠળ પાટીદાર અનામત આંદોલનના બન્ને નેતાઓએ વિરમગામના વિકાસના નામે રાજકારણ શરુ કર્યું છે. આવનારા દિવસોમાં પાટીદાર અનામત આંદોલનના બન્ને નેતાઓ એક મંચ પર જોવા મળે તો નવાઈ નહીં.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 03, 2025 11:50 AM