સવર્ણ વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. મેડિકલ અને એન્જિનિયરીંગ શાખામાં સવર્ણોને હવે 10 ટકા ઈબીસીનો લાભ મળવાની શરૂઆત થઈ શકે છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં ચાલુ વર્ષે મેડિકલ અને એન્જિનિયરીંગની શાખામાં સવર્ણ વિદ્યાર્થીઓને એડમિશનની પ્રક્રિયામાં 10 ટકા અનામતનો લાભ આપવા માટેની ચર્ચા કરવામાં આવી. સાથે જ આ બેઠકમાં 10 ટકા EBCના માળખાને એડમિશનની પ્રક્રિયામાં કેવી રીતે લાગુ કરી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરતના અગ્નિકાંડ બાદ સાણંદ GIDC નજીક કેમિકલ કંપનીમાં આગની ઘટના, ફાયર સુવિધાને લઈ કર્યા આક્ષેપો
Now upper caste students to get benefit of 10% EBC quota during admission in medical and engineering colleges.#Tv9News pic.twitter.com/EGX7SRCUSb
— Tv9 Gujarati (@tv9gujarati) May 27, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ બેઠકમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ, આરોગ્ય કમિશનર એમ બંને વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠકમાં પણ ઈબીસી મુદ્દે વિશેષ ચર્ચા થઈ શકે છે. ધોરણ 12 સાયન્સના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. તો હવે મેડીકલ અને એન્જિનિયરીંગ શાખામાં એડમિશનની પ્રક્રિયા શરૂ છે. તેને ધ્યાનમાં રાખીને જ આ બેઠક બોલાવવામાં આવી હતી. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે સવર્ણ માટે 10 ટકા ઈબીસીની જાહેરાત કરી, ત્યારે 10 ટકા ઈબીસી લાગુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય રહ્યુ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:56 pm, Mon, 27 May 19