શિક્ષક વિનાનું ભણતર? રાજ્યની સ્કૂલોમાં આટલા શિક્ષકોના પદ ખાલી, 1275 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક

|

Oct 12, 2021 | 7:17 PM

યુનેસ્કો દ્વારા ‘સ્ટેટ ઓફ ધી એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2021’ રજુ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં અને દેશમાં શિક્ષણની સ્થિતિ સામે આવી છે. ચાલો જાણીએ શું કહે છે રિપોર્ટ.

શિક્ષક વિનાનું ભણતર? રાજ્યની સ્કૂલોમાં આટલા શિક્ષકોના પદ ખાલી, 1275 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
No Teacher, No Class - State of the Education Report for India 2021 for Gujarat (File Image)

Follow us on

શિક્ષણમાં ભારત ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે તેનું સાફ દ્રશ્ય બતાવતો એક રિપોર્ટ સામે આવ્યો છે. યુનેસ્કો દ્વારા ‘નો ટીચર, નો ક્લાસ – સ્ટેટ ઓફ ધી એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2021’ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર શાળામાં 1 લાખ અને 10 શાળા એવી છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં આ અન્કડો 1275 છે. જી હા 1275 શાળાઓમાં બાળકો સામે માત્ર એક જ શિક્ષક છે. ત્યારે રાજ્યમાં 17% શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની જગ્યા હજુ ખાલી છે.

માત્ર એક જ શિક્ષકના ભરોશે ચાલતી સૌથી વધુ શાળાઓ મધ્યપ્રદેશમાં આવી છે. MP માં આવી 21 હજાર શાળાઓ છે. રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 54581 શાળાઓ આવેલી છે. આ શાળાઓમાંથી 77 ટકા શાળાઓ ગ્રામ્ય વિસ્તારમાં છે. ત્યારે શાળાઓનાં કુલ 4 લાખ આસપાસ શિક્ષકોની સંખ્યામાંથી 66 ટકા શિક્ષકો ગ્રામ્ય વિસ્તારમાં છે. વાત કરીએ શિક્ષકોની તો મહિલા શિક્ષકનું પ્રમાણ રાજ્યમાં વધુ છે. કુલ શિક્ષકો માંથી 53 ટકા શિક્ષક મહિલાઓ છે.

અગાઉ જણાવ્યું એમ રાજ્યમાં કુલ શાળાની 2 ટકા શાળામાં એક જ શિક્ષક ભણાવવા આવે છે. જેની સંખ્યા 1275 શાળા છે. ત્યારે 1275 માંથી આવી 87 ટકા શાળાઓ ગ્રામ્ય વિસ્તારમાં છે. તો બીજી તરફ અહેવાલ અનુસાર રાજ્યની 17 ટકા શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે. ચોંકાવનારી વાત છે કે ગુજરાતમાં 30869 શિક્ષકોની હજૂ જરૂરિયાત છે. આ જરૂરીયાતમાં 39 ટકા શિક્ષકોની જરૂર ગ્રામ્ય વિસ્તારોમાં છે. દેશની વાત કરીએ તો સમગ્ર દેશમાં હજુ 11 લાખ શિક્ષકોની જરૂરિયાત છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રાજ્યમાં લગભગ 76 ટકા શાળાઓ એવી છે જ્યાં લાઈબ્રેરીની સુવિધા છે. જ્યારે 67 ટકા શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા છે. તો 76 ટકા શાળાઓમાં મફતમાં પુસ્તકોની સુવિધા પણ ઉપલબ્ધ છે. સૌચાલયની વાત કરવામાં આવે તો રાજ્યની 96 ટકા શાળાઓમાં છોકરાઓની અને 97 ટકા શાળાઓમાં છોકરીઓનું શૌચાલય ચાલું સ્થિતિમાં છે. વીજળીની સુવિધા તમામ શાળાઓમાં છે. તો 24 ટકા ક્લાસ રૂમ એવા છે જેની બાંધકામની સ્થિતિ સારી નથી.

 

આ પણ વાંચો: SURENDRANAGAR : આમ આદમી પાર્ટીમાં હોબાળો, એક સાથે 100થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા

આ પણ વાંચો: PM MODI 13 ઓક્ટોબરે પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજનાનું લોકાર્પણ કરશે, જાણો 100 લાખ કરોડથી વધુની આ યોજના વિશે

Next Article