કિડની, હ્રદય અને કેન્સરની સારવાર માટે અમદાવાદ નહીં દોડવું પડે, સરકાર સેટેલાઈટ સેન્ટરો ઊભા કરશે

ગુજરાતના બજેટ 2026-2027માં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ, સુપર સ્પેશ્યાલિટી સારવારનુ વિસ્તરણ, બાળ અને માતૃ આરોગ્ય પર ભાર મુકાવની સાથેસાથે ગંભીર રોગોની સંસ્થાકીય સારવાર સુવિધાઓને જિલ્લાવાર વિસ્તૃત કરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે

કિડની, હ્રદય અને કેન્સરની સારવાર માટે અમદાવાદ નહીં દોડવું પડે, સરકાર સેટેલાઈટ સેન્ટરો ઊભા કરશે
| Edited By: | Updated on: Feb 18, 2026 | 2:35 PM

વિધાનસભામાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા વર્ષ 2026-2027ના અંદાજપત્રમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કૂલ 25,403 કરોડની જોગવાઈ સૂચવી છે. આ નાણાકીય જોગવાઈઓમાંથી, સુપર સ્પેશ્યાલિટી સારવાર, સેટેલાઇટ સેન્ટર મોડલ, બાળ આરોગ્ય, TB પોષણ સહાય અને ICU સુવિધાઓના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા ગુજરાતના નાણાકીય વર્ષ 2026-2027ના અંદાજપત્રમાં અમદાવાદ અને સુરતમાં નવી મલ્ટી સ્પેશ્યાલિટી અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલો બનાવવાની જાહેરાત કરી છે.

  1. અમદાવાદ અને સુરતમાં નવી મલ્ટી સ્પેશ્યાલિટી અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલો બનાવવામાં આવશે. અમદાવાદ અને સુરત ખાતે મલ્ટી સ્પેશ્યાલિટી તેમજ કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ સુચવવામાં આવી છે.
  2. પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે 1000 બેડની હોસ્પિટલની જાહેરાત કરાઈ છે. પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે 1000 બેડ ક્ષમતાવાળી હોસ્પિટલ માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ — ક્ષમતા વધારો રૂપે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ.
  3. છ સિવિલ હોસ્પિટલોમાં ક્લોઝ સિસ્ટમ ICU ઊભા કરાશે. જેમા છ સરકારી સિવિલ હોસ્પિટલોમાં ક્લોઝ સિસ્ટમ ICU શરૂ કરવા રુપિયા 60 કરોડની ફાળવણી કરાઈ છે. ગંભીર દર્દીઓની સારવાર ક્ષમતા વધારતી નવી સુવિધા વધશે.
  4. ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર શરૂ કરાશે. જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલોમાં અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર માટે રૂપિયા ૩૬ કરોડ ફાળવવામાં આવ્યા છે. બાળકોમાં જન્મજાત અથવા વિકાસલક્ષી સમસ્યાઓ માટે વહેલી સારવારની વ્યવસ્થા ઊભી કરાશે.
  5. TB દર્દીઓ માટે પોષણ સહાય આપવા માટે ટીબીના દર્દીઓને ત્વરીત રાંધી શકાય તેવો પૌષ્ટીક આહાર આપવા રૂપિયા ૩૦ કરોડ — પોષણ આધારિત સારવાર સહાયનો નવો તત્વ.
  6.  250 ખિલખિલાટ વાન
    માતૃ-બાળ કલ્યાણ સેવાઓ મજબૂત કરવા ૨૫૦ નવી ખિલખિલાટ વાન માટે ₹૧૬ કરોડ — ગર્ભવતી સ્ત્રીઓ અને નવજાત શિશુઓ માટે મોબાઇલ આરોગ્ય સેવા વિસ્તરણ.
  7. “હોમ બેઝ્ડ કેર ફોર યંગ ચાઇલ્ડ” યોજના
    ₹૨૨ કરોડની જોગવાઈ — બાળ આરોગ્ય માટે ઘરઆધારિત કાળજી મોડલ.
  8. સ્કૂલ હેલ્થ કાર્યક્રમ હેઠળ ૦ થી 18 વર્ષના બાળકોને આરોગ્ય કાર્ડ. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તમામ બાળકોને આરોગ્ય કાર્ડ આપવાનું આયોજન — આરોગ્ય ટ્રેકિંગ માટે નવી પહેલ.

કિડની, હ્રદય અને કેન્સરની સારવાર માટે સેટેલાઈટ સેન્ટર ઊભા કરાશે

  • ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર અને તેના સેટેલાઇટ સેન્ટરો માટે રૂપિયા 186 કરોડની જોગવાઈ કરાઈ છે.
  • યુ એન મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ અને સેટેલાઇટ સેન્ટરો માટે રૂપિયા 167 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ તથા સેટેલાઇટ સેન્ટરો માટે રૂપિયા 153 કરોડ ફાળવ્યાં છે.

આ સેટેલાઇટ મોડલથી વિશેષ સારવાર અમદાવાદ બહારના શહેરોમાં ઉપલબ્ધ કરવાની દિશામાં વિસ્તરણ દર્શાવે છે.

આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ

GMERS સંચાલિત હોસ્પિટલ માટે  jરૂપિયા 1851 કરોડ, મેડિકલ કોલેજોમાં નવા સાધનો માટે રૂપિયા 200 કરોડની ફાળવણી કરાઈ છે. સુરત, વડોદરા, જામનગર વગેર શહેરોમાં સ્ટાફ ક્વાર્ટર્સ અને હોસ્ટેલનું બાંધકામ હાથ ધરાશે. આ બધું માનવ સંસાધન અને ભૌતિક સુવિધાઓ મજબૂત બનાવવાની દિશામાં નવા બાંધકામ આધારિત પ્રોજેક્ટો છે.

 જૂની યોજનાઓમાં થયેલા વિસ્તરણ અથવા મજબૂતીકરણ

પ્રધાનમંત્રી જન આરોગ્ય – મુખ્યમંત્રી અમૃતમ યોજના-Pradhan Mantri Jan Arogya Yojana સાથે સંકળાયેલી મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના હેઠળ  રૂપિયા 10 લાખ સુધી કેશલેસ સારવાર માટે  રૂપિયા 3472 કરોડની જોગવાઈ કરાઈ છે. આ યોજના પહેલેથી અમલમાં રહેલી આરોગ્ય વીમા યોજના છે, જે ચાલુ રાખીને નાણાકીય આધાર મજબૂત કરાયો છે.

 સામૂહિક આરોગ્ય કેન્દ્રોનું મજબૂતીકરણ- વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લામાં CHC માટે  રૂપિયા 28 કરોડ ના ખર્ચે હાલની પ્રાથમિક આરોગ્ય વ્યવસ્થાનું વિસ્તરણ કરાશે.

ખોરાક અને ઔષધ પ્રયોગશાળા – સુરત  રૂપા 17 કરોડના ખર્ચે નિયંત્રણ અને પરીક્ષણ સુવિધાનું વિસ્તરણ કરવામાં આવશે.

બજેટ 2026-2027માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ, સુપર સ્પેશ્યાલિટી સારવારનુ વિસ્તરણ, બાળ અને માતૃ આરોગ્ય પર ભાર મુકાવની સાથેસાથે ગંભીર રોગોની સંસ્થાકીય સારવાર સુવિધાઓને જિલ્લાવાર વિસ્તૃત કરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જ્યારે અગાઉની મુખ્ય આરોગ્ય વીમા અને જાહેર આરોગ્ય યોજનાઓ યથાવત રાખીને વધુ નાણાકીય આધાર આપવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના નાણાકીય વર્ષ 2026-2027ના અંદાજપત્ર માટેના તમામ સમાચારો જાણવા માટે તમે અહીં ક્લિક કરો.