રાજ્ય સરકારના બોર્ડ-નિગમમાં નવી નિયુક્તિઓ થશે , 7 બોર્ડ- નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના લેવાયા રાજીનામા

|

Jan 20, 2022 | 5:19 PM

આગામી સમયમાં જે નિયુક્તિઓ થવાની છે. તેમાં પાર્ટી જ્ઞાતિ-જાતિના સમીકરણો ઉપરાંત સિનિયોરિટીને ધ્યાનમાં રખાશે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જે પણ સિનિયર વ્યક્તિને ટીકીટ નહીં આપી શકાય તેમને બોર્ડ-નિગમમાં જવાબદારી સોંપાશે.

રાજ્ય સરકારના બોર્ડ-નિગમમાં નવી નિયુક્તિઓ થશે , 7 બોર્ડ- નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના લેવાયા રાજીનામા
new appointments in the Board-Corporation of the State Government

Follow us on

ગુજરાતમાં (Gujarat) આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને (Assembly Election) લઈને તમામ પાર્ટી તડામાર તૈયારીઓ કરી રહી છે. ત્યારે અસંતોષને ખારવા માટે ભાજપે (BJP) પણ મહત્વનો દાવ ખેલ્યો છે. ભાજપે હવે બોર્ડ નિગમમાં (Board Corporation)પણ નો-રિપીટ થિયરીનો અમલ કર્યો છે. બોર્ડ નિગમના ચેરમેન અને વાઇસ ચેરમેનની ટર્મ પુરી થતી હોય તેમના રાજીનામાં માગ્યાં છે. સોમવાર સુધી તમામ ચેરમેન અને વાઇસ ચેરમેન રાજીનામાં આપશે. મળતી માહિતી મુજબ 14 બોર્ડ નિગમમાં ચેરમેન અને વાઇસ ચેરમેનના રાજીનામા માંગવામાં આવ્યાં છે. જેમાંથી આજે 4થી વધુ લોકોએ બોર્ડ નિગમમાંથી રાજીનામાં આપી દીધા છે. જેમાં ધનસુખ ભંડેરી, પંકજ ભટ્ટ, વિમલ ઉપાધ્યાય, લીલાબેન આંકોલિયા અને બી.એચ.ઘોડાસરાએ CMને રાજીનામું સોંપી દીધું છે. તો બળવંતસિંહ રાજપૂત, આઇ.કે.જાડેજા, મધુ શ્રીવાસ્તવ, હંસરાજ ગજેરા, સજ્જાદ હીરા અને મુડુ મેર પણ રાજીનામું આપશે.

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ પ્રદેશ ભાજપે ચૂંટણીઓની તૈયારી શરૂ કરી. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે 579 મંડળો સાથે વર્ચ્યુઅલ બેઠક ઉપરાંત 5 થી વધુ બોર્ડ-નિગમના ચેરમેન-વાઈસ ચેરમેન સાથે કરી મુલાકાત. પાર્ટી સુત્રોની વાત માનીએ તો 7 જેટલા ચેરમેન-વાઈસ ચેરમેનને મુખ્યમંત્રી કાર્યાલયમાં રાજીનામા મોકલી આપ્યા છે. જોકે હજી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પાર્ટીમાં છેલ્લા 1 વર્ષથી બોર્ડ-નિગમની નિયુક્તિઓ અંગે ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ હવે આ 7 બોર્ડ-નિગમના રાજીનામા બાદ આગામી મહિને નવી નિયુક્તિઓ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું.

આગામી સમયમાં જે નિયુક્તિઓ થવાની છે. તેમાં પાર્ટી જ્ઞાતિ-જાતિના સમીકરણો ઉપરાંત સિનિયોરિટીને ધ્યાનમાં રખાશે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જે પણ સિનિયર વ્યક્તિને ટીકીટ નહીં આપી શકાય તેમને બોર્ડ-નિગમમાં જવાબદારી સોંપાશે. હાલ સૂત્રો કહી રહ્યા છે કે 7 બોર્ડ-નિગમમાં રાજીનામા લેવાયા પણ આ આંકડો હજુ પણ વધી શકે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કોણે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી

મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી
મહિલા આયોગના  ચેરમેન લીનાબેન અંકોલિયા
બિન અનામત આયોગના ચેરમેન બી એચ ઘોડાસરા, વાઈસ ચેરમેન વિમલ ઉપાધ્યાય
વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરા

 

આ પણ વાંચો : Gujarat વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપે કાઉન્ટડાઉન શરૂ કર્યું, પ્રદેશ પ્રમુખનું  579 સ્થળો પર વર્ચ્યુઅલ સંબોધન

આ પણ વાંચો : Surat: મસ્કતી હોસ્પિટલમાં 88.32 લાખના ખર્ચે ફાયરસેફટીની સુવિધા ઉભી કરવાનો નિર્ણય

 

Published On - 4:57 pm, Thu, 20 January 22

Next Article