ભરૂચના નેત્રંગમાં 15 મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલની હાજરીમાં ઉજવણી કરાઇ હતી. વિશાળ જન્મેદનનીને બન્ને આગેવાનોએ સંબોધન કર્યું હતુ. હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા હતા.
નેત્રંગમાં યોજાયેલી ચૈતર વસાવાની જનસભા પર સાંસદ ધવલ પટેલે નિશાન સાધ્યુ કે ચૈતર અને અનંત પટેલ અરાજક્તા ફેલાવે છે અને આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. આદિવાસી સમાજ હિંસા પર ઉતરે તેવા ચૈતર અને અનંતના પ્રયાસો હાથ ધરાયા છે. આદિવાસી સમાજ ક્યારેય ગેરમાર્ગે નહીં દોરાય.
તો સાંસદ ધવલ પટેલના આક્ષેપો પર ચૈતર વસાવાએ પલટવાર કર્યો છે. નેત્રંગની સભામાં જનમેદની જોઈને ભાજપના પેટમાં તેલ રેડાયુ છે. ભાજપના 30 વર્ષના શાસનમાં આદિવાસીઓ સાથે અન્યાય થયો છે. આદિવાસીઓ ફક્ત પોતાના અધિકારો માગી રહ્યા છે.
નેત્રંગની જનસભામાં ચૈતર વસાવાએ કહ્યુ કે હવે અમે આંદોલનો, આવેદનો-નિવેદન કે ધરણા કરવાના નથી. તેમણે કહ્યુ ડેડિયાપાડામાં મોદી આવે કે તેમના મિત્ર ટ્રમ્પ આવે , મને કે મારા આદિવાસીઓને કોઈ ફેર પડવાનો નથી. તેમણે કહ્યુ મોદીના આવવાથી મારુ પુરુ થવાનુ નથી.
Published On - 8:49 pm, Mon, 17 November 25