નવસારીમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદથી પૂર્ણા નદીએ વટાવી ભયજનક સપાટી, 40 ટકા શહેર પાણીમાં ગરકાવ થતા 35 હજારથી વધુ લોકો પ્રભાવિત

|

Jul 26, 2024 | 7:27 PM

નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે શાંતાદેવી રોડ વિસ્તારમાં 10 ft લઈને 12 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. શાંતાદેવી રોડ વિસ્તારમાં 10,000 થી વધુ લોકો વસવાટ કરે છે હાલ પાણી વધતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

નવસારી શહેર સહિત ઉપરવાસના ધોધમાર વરસાદને પગલે પૂર્ણા નદી ભયજનક સપાટીને પણ વટાવી ગઈ છે. જેને પગલે નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીંના બંદરરોડ સહિત શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. શાંતાદેવીમાં તો સ્થિતિ એવી હતી કે જાણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હોય. આ તરફ વિજલપોરમાં પણ અનેક સોસાયટીઓના ઘરોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે જળબંબાકાર વચ્ચે સૌથી ચિંતાજનક દ્રશ્યો ભેંસત ખાડા વિસ્તારમાંથી સામે આવ્યા. પૂર્ણા નદીના પાણી ફરી વળતા ઘરોની અંદર પણ 5 થી 8 ફૂટના પાણી ભરાઈ ગયા. સ્થાનિકોની સ્થિતિ કફોડી બની હતી અને તેમનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ. હિદાયતનગર વિસ્તારમાં પણ રસ્તા પર અને ઘરોમાં કેડસમા પાણી ફરી વળતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. વાત કરીએ દશેરા ટેકરી વિસ્તારની તો અહીં પણ 40થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. વિદ્યાકુંજ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અનરાધાર વરસાદથી નવસારીનો શાંતાદેવી વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઇ ગયો સમગ્ર શાંતાદેવી વિસ્તારમાં 5થી 8 ફૂટ સુધી પાણી ભરાયા. શાંતાદેવી વિસ્તારના 1500 ઘરોમાં વરસાદી પાણી ઘુસતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું. પૂર્ણા નદીનો પ્રવાહ વધતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો. અનેક સોસાયટીઓમાં કમરડૂબ અને ગળાડૂબ પાણી જોવા મળ્યા. પરિસ્થિતિ વિકટ બનતા SDRF, NDRFની ટીમ નવસારી પહોંચી.

નવસારીના શાંતાદેવી વિસ્તાર જળમગ્ન બનતા અનેક પરિવારો પાણી વચ્ચે ફસાયા. ત્યારે પાણીમાં ફસાયેલ સગર્ભા મહિલાનું સલામત રીતે રેસ્ક્યુ કરાયું. આશા વર્કર બહેનો અને સ્થાનિક કાર્યકરો સગર્ભાની મદદે પહોંચ્યા અને તેમને સલામત સ્થળે ખસેડ્યા.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ભારે વરસાદથી નવસારી શહેરના 12થી વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા. કાશીવાડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. અહીં 6 ફૂટ જેટલાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરાયું. આ ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાતા સ્થાનિકોની સ્થિતિ કફોડી બની. તંત્રની ઢીલી કામગીરી વિરૂદ્ધ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.

નવસારીના કાશીવાડીમાંથી અનેક લોકોનું સ્થળાંતર તો કરવામાં આવ્યું. પરંતુ સ્થળાંતરિત કરાયેલા લોકો સમસ્યાઓનો સામનો કરવા મજબૂર બન્યા. અનેક લોકો સવારથી ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા. પાલિકા દ્વારા ફૂડ પેકેટ સહિતની સુવિધા આપવાની વાતો પોકળ સાબિત થઇ. જેના કારણે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે. પૂર્ણા નદીના પાણીની સપાટી વધતાં 30 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે… નવસારીના વિવિધ વિસ્તારોમાં પૂર્ણાના પાણી ફરી વળ્યા. જેના કારણે ભેંસત ખાડા, રીંગરોડ, રંગુન નગર, હિદાયત નગર, મિથિલા નગરી, બંદર રોડ પાણી-પાણી થઇ ગયા. આ ઉપરાંત કાશીવાડી, ગધેવન બંગ્લોઝમાં પણ પાણી ભરાયા.

ઉપરવાસમાં વરસાદથી તાપી નદીનું જળસ્તર પણ વધ્યું. તાપી નદીમાં પાણીની સતત આવક થતાં નદીનું જળસ્તર વધ્યું. સુરતનો રાંદેર – સિંગણાપોરને જોડતો કોઝવે સતત ઓવરફ્લો રહ્યો. કેમેરામાં તાપી નદીના આકાશી દ્રશ્યો કેદ થયા.

આ તરફ તાપીની વાલ્મિકી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ. જેના કારણે વાલોડ ગામની પમ્પિંગ સ્ટેશનની દીવાલ ધરાશાયી થઇ. નદી ગાંડીતૂર બનતા કાંઠાના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું.

તો હવે જુઓ વાલ્મીકી નદીના ડ્રોન શોટ્સ વાલોડ તાલુકાના અનેક ગામોમાં વાલ્મીકિ નદીના પાણી ઘૂસ્યા છે. વાલ્મીકિ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે આકાશી દ્રશ્યો સામે આવ્યા. આકાશી દ્રશ્યોમાં વાલ્મીકિ નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું.

બીજી તરફ તાપીના વ્યારા-વાલોડથી પસાર થતી જાખરી નદી પણ છલકાઇ. નદી કાંઠાના ગામોમાં આવેલા ઘરો પાણીમાં ગરકાવ થઇ ગયા. જેના કારણે સ્થાનિકોની ઘરવખરી અને અનાજ પાણીમાં તણાયું. સ્થાનિક લોકોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. બીજી તરફ નદી કાંઠાના ગામોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા તંત્રએ કામગીરી શરૂ કરી છે. ફાયર વિભાગ અને SDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:05 pm, Fri, 26 July 24

Next Article