Navsari : કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બની રહેલા યુવાધનને બચાવવા નવસારી રેડ ક્રોસ મેદાને, જિલ્લાના તમામ ગરબા સંચાલકોને અપાશે CPRની તાલીમ 

|

Oct 09, 2023 | 5:55 PM

નવરાત્રી એ દુનિયાના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે દેશ અને દુનિયામાં વ્યાખ્યાત છે ગુજરાતના ઘર આંગણે થી શરૂ થયેલો નૃત્ય મહોત્સવ સમગ્ર દેશના અને દુનિયાના ખૂણે ખૂણે વસવાટ કરતા ગુજરાતીઓ રંગે ચંગે ધૂમધામથી માતાજીની આરાધના કરે છે. ત્યારે હાલમાં કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બનનાર યુવાધનને બચાવવા નવસારી રેડ ક્રોસ આગળ આવ્યું છે અને જિલ્લાના તમામ ગરબા સંચાલકોને CPRની તાલીમ આપવાનું શરૂ કરાયું છે. 

Navsari : કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બની રહેલા યુવાધનને બચાવવા નવસારી રેડ ક્રોસ મેદાને, જિલ્લાના તમામ ગરબા સંચાલકોને અપાશે CPRની તાલીમ 

Follow us on

શક્તિની આરાધનાનું પર્વ ગણાતા નવરાત્રી મહોત્સવને સમગ્ર વિશ્વ વર્ષોથી ઉજવણી કરી રહ્યું છે. નવરાત્રી આવી રહી છે તેવા સમયે યુવાનોમાં વધી રહેલા હૃદય રોગના હુમલાઓના કારણે નવસારી રેડ ક્રોસ સોસાયટી સક્રિય થઈ છે અને તેનાથી યુવાધનને બચાવવા અને પ્રાથમિક સારવાર મળી રહે તેને ધ્યાને રાખીને તમામ ગરબા આયોજકો માટે CPRની ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે.

ગરબા આયોજન મીટીંગ યોજ્યા બાદ ગરબા ગ્રાઉન્ડ પર ફરજ બજાવનાર તમામ લોકોને CPR કેવી રીતે આપી શકાય તેના મૂળભૂત સિદ્ધાંતો અને સર્જીકલ ગાઈડલાઈનનું પાલન કરીને કઈ રીતે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને લોકોનું જીવન બચાવી શકાય તેના શુભ ઉદ્દેશ્ય સાથે સમગ્ર નવસારી જિલ્લાના ગરબા આયોજકોને તાલીમ આપવાનું રેડ ક્રોસ સોસાયટી નક્કી કર્યું છે.

નવરાત્રી દરમિયાન મોટાભાગે યુવાનો ગરબે ઘૂમતા હોય છે અને માતાની આરાધનાની સાથે નૃત્યનો આનંદ માણતા હોય છે યુવાનોમાં વધી રહેલા હૃદય રોગના હુમલા ચિંતાજનક બન્યા છે તેવા સમયે દેશના યુવાધનને બચાવવા રેડ ક્રોસ સોસાયટી અને ગરબા આયોજકો મેદાને પડ્યા છે. રેડ ક્રોસ સોસાયટી દ્વારા ગરબા આયોજન પ્રેક્ટીકલ દ્વારા CPR કેવી રીતે આપી શકાય તેની ટ્રેનિંગ આપી હતી. તમામ સ્વયંસેવકો એ પણ CPRની ટ્રેનિંગ લીધી હતી અને સાવચેતીના પગલાંઓ બાબતે પણ રેડ ક્રોસ નવસારીના ડોક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી.

શિયાળામાં છાતીમાં જામી ગયો છે કફ, તો કરો આ ઉપાય
નવા વર્ષ 2025માં રાહુ-કેતુ, શનિ અને ગુરુ પોતાની ચાલ બદલશે, આ રાશિના લોકો થશે માલામાલ
Health News : રાજમા ખાવાથી થાય છે અઢળક લાભ, જાણો
Desi Ghee : શું તમને ચહેરા પર ઘી લગાવવાના ફાયદા ખબર છે?
વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?
રવિચંદ્રન અશ્વિનની પહેલી ગર્લફ્રેન્ડ કોણ છે?

શું છે CPR ?

CPR એટલે હૃદય રોગનો હુમલો થાય તેવા સમયે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા માટે નિષ્ણાંતો દ્વારા વિકસાવવામાં આવેલી પ્રાથમિક સારવારની પદ્ધતિ જેમાં હૃદય રોગના હુમલાનો શિકાર બનેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવાથી બચાવી શકાય છે. cardiopulmonary resuscitation તરીકે વિકસાવેલી પદ્ધતિમાં હૃદય રોગનું હુમલાનો ભોગ બનનાર વ્યક્તિને બંને હાથો દ્વારા છાતીના ભાગે 30 વખત પંપિંગ કરવામાં આવે છે અને હૃદયના ધબકારાઓને ફરી શરૂ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે. હૃદય રોગના નિષ્ણાંતો દ્વારા વિકસાવવામાં આવેલી આ પદ્ધતિથી પ્રાથમિક સારવાર મળતા હૃદય રોગનો હુમલાનો ભોગ બનનાર દર્દીને બચાવી શકાય છે.

CPR કેવી રીતે આપી શકાય ?

  • CPR એ હૃદય રોગના હુમલાનું ભોગ બનનાર દર્દીને આપવામાં આવતી પ્રાથમિક સારવાર છે.
  • હૃદય રોગના હુમલાનું ભોગ બનનાર વ્યક્તિને છાતીના મધ્ય ભાગમાં સૂર્યચક્રની ઉપરના ભાગે બંને હાથ એક પર એક મૂકીને લગાતાર અટક્યા વગર 30 વાર સુધી દબાવવું.
  • એક સેકન્ડની વચ્ચે બે વાર પુશ કરવું,
  • 30 વાર પુશ કર્યા બાદ 2 વાર મોઢા પર ખુલ્લા અથવા રૂમાલ મૂકીને ઊંડા શ્વાસ લઈને બ્રિધ આપવું
  • CPR આપ્યા બાદ જો હૃદય શરૂ થઈ જાય તો વહેલામાં વહેલી તકે વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવો
  • જમણી અથવા ડાબી બંને બાજુ બેસીને પુશ કરી શકાય
  • હૃદય રોગનો હુમલો આવેલ વ્યક્તિને CPR આપ્યા બાદ સ્ટોક પણ આપી શકાય.
  • સ્ટોક આપવા માટે AED મશીન જો વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ થતું હોય તો એ પણ આપી શકાય

આ પણ વાંચો : Navsari જરથોસ્તી પારસીઓના 200 વર્ષ જૂના ધાર્મિક કુવાઓ બન્યા રેન વોટર હાર્વેસ્ટર, જાણો વોટર હાર્વેસ્ટિંગની આ રીત

યુવાનોમાં ચિંતાજનક રીતે હૃદય રોગના હુમલાઓ થઈ રહ્યા છે. જેને લઇને યુવાનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે મનોવૈજ્ઞાનિક કારણ મુજબ યુવાનોમાં બેરોજગારી અને ડિપ્રેશન જેવા કારણોને લઈને હૃદય રોગના હુમલા થતા હોવાનું તારણ કાઢવામાં આવે છે. સાથે કોરોના વેક્સિન લીધી હોવાના કારણે પણ સ્ટોક આવતા હોવાની અફવાઓ અને તથ્યો વિહોણી વાતો વહેતી થઈ છે. નવરાત્રીના સમય દરમિયાન ગરબે ઘૂમતા ખેલૈયાઓ અને ખાસ કરીને યુવાનોમાં વધી રહેલી હૃદય રોગના હુમલાની ઘટનાઓને પગલે નવસારી જિલ્લા રેડ ક્રોસ સોસાયટી અને ગરબા આયોજકો દ્વારા નવા પ્રકારનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેનાથી યુવાધનને પડતી સમસ્યાઓમાંથી નિવારી શકાય.

(ઈનપુટ ક્રેડિટ : નિલેશ ગામીત)

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:54 pm, Mon, 9 October 23

Next Article