Navsari: પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓએ રોદ્ર રૂપ ધારણ કર્યું, નેશનલ હાઇવે, રેલ્વે ટ્રેક પણ પાણીમાં

|

Jul 14, 2022 | 6:28 PM

ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીના જડતર વધતા 25 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કાવેરી નદી નજીક આવેલા નદી મહોલ્લામાંથી 25 જેટલા લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Navsari: પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓએ રોદ્ર રૂપ ધારણ કર્યું, નેશનલ હાઇવે, રેલ્વે ટ્રેક પણ પાણીમાં
railway tracks are also in water

Follow us on

નવસારી (Navsari) જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી નદી (River) ઓએ ભયજનક સપાટી વટાવીને રોદ્ર રૂપ ધારણ કર્યું છે. જેને લઇને સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લામાંથી 12 હજારથી વધુ લોકોને રેસ્ક્યુ (Rescue) કરવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ ગણદેવી તાલુકાના ગામોમાં રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી છે. ખાસ કરીને આર્મીના ચોપર દ્વારા રેસ્ક્યુ કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરાઈ છે. જિલ્લા કલેક્ટર અને તેમની સમગ્ર ટીમો કામે લાગી છે. જ્યારે હજુ પણ વધુ ફસાયેલા ગણદેવી તાલુકાના ગામના લોકોને કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આર્મીના હેલિગકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે એક મુખ્ય ધોરી માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે. પૂર્ણા, કાવેરી, અંબિકા ,મીઠોળા અને ઔરંગા નદીઓનું વહેણ ભયજનક સપાટી ઉપર વહી રહી છે. નવસારીમાં 5 ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડવાથી જ્યાં જુઓ ત્યં પાણી જ પાણી તઈ ગયું છે. ભરે વરસાદ અને પૂરના કારણે શહેર અને જિલ્લામાં 12 હજાર લોકોનું રેસ્ક્યુ કરાયું છે. કાવેરી નદીનો પળો તૂટતા 200 ઘરમાં પાણી ભરાયું છે. વીજપોલ તૂટી પડતાં જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં અંધારપટ છે. રેલ્વે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યાં છે.

નવસારી જિલ્લાના ગણદેવીની અંબિકા નદીના જળસ્તર 36 ફૂટ પર પહોંચ્યા છે. નદીની સપાટીમાં વધારો થતા 10 ઘરના 50થી વધુ લોકો સવારથી પાણીમાં ફસાયા છે. તંત્ર દ્વારા હજૂ સુધી બચવની કોઇ કાર્યવાહી ન થતા લોકોમાં ભય ફેલાયો છે. વહેલી તકે તંત્ર તેમની મદદે પહોંચે તેવી લોકોની માંગ છે. નગરપાલિકા વિસ્તારમાં પણ ગંભીર છે. જેટલા વિસ્તારો સવારે 5:00 વાગ્યાથી પાણીમાં તરબોળ છે. બીલીમોરા નગરપાલિકાની સ્થિતિ પણ ગંભીર છે. નદીની જળ સપાટી વધતા કિનારાના દસ ગામોમાં પાણી ભરાયા છે. ચીખલી તાલુકામાં કાવેરી નદી બની ગાંડીતુર બની છે. ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીના જડતર વધતા 25 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કાવેરી નદી નજીક આવેલા નદી મહોલ્લામાંથી 25 જેટલા લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદથી મુંબઇ તરફનો 8 નંબરનો નેશનલ હાઇવે બંધ સવારથી બંધ કરી દવામાં આવ્યો હતો જે હજુ પણ બંધ છે. રોડ પર પાણી તળાવ જેવા પાણી ભરાયાં છે. નવસારી અને વલસાડ બાજુ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે.

આ પણ વાંચો

Next Article