આગામી 3 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

આગાહી પ્રમાણે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 4:25 PM

આગામી 3 કલાક સુધી સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાત (South Gujarat) ના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) ની સંભાવના છે. આ આગાહી (Forcast) પ્રમાણે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આગામી 3 કલાક દરમિયાન રાજકોટ, જામનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્ર નગર, બોટાદ, અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે આગામી 24 કલાક દરમિયાન મહેસાણા, ગાંધીનગર,.સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ આજે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે રાજ્યમાં હજી 3 દિવસ વરસાદમાં કોઈ જ રાહત નહિ મળે. રાજ્યમાં હજુ ભારેથી અતિ ભારે કરતા પણ વધારે વરસાદ રહેશે. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ રહેશે આ સાથે સૌરાષ્ટ્રમાં પણ આ સમય દરમિયાન અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં ગુજરાતના દરિયાઈ કાંઠામાં લો પ્રેશર સિસ્ટમ સક્રીય થશે જેના કારણે ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવાની સાથે બંદરોને પણ એલર્ટ કરાયા છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદી ઝાપટા આવતાં રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 400 મીમી વરસાદ થયો છે. ટકાવારી પ્રમાણે જોઈએ તો રાજ્યમાં 80 ટકા કરતાં વધુ વરસાદ નોંધાઈ ગયો છે.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">