
બે દિવસ પહેલાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા નવસારીમાં એક સામાજિક કાર્યક્રમ માટે આવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક ભાજપ કાર્યકરો અને સમર્થકો તેમને શુભેચ્છા પાઠવવા માટે હાજર રહ્યા. એ જ સમયે, PI દીપક કોરાટ પણ શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા હતા. મુલાકાત પૂર્ણ થયા બાદ સૌએ એક સમૂહ ફોટો પડાવ્યો, જેમાં દીપક કોરાટ પણ સામેલ થયા હતા.
આ ફોટો વાયરલ થયા બાદ ચર્ચા શરુ થઈ અને વાંસદાના ધારાસભ્યએ સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈ કટાક્ષ કર્યા, જેના કારણે વિવાદ ઊભો થયો. જોકે, જાણવામાં આવ્યું છે કે દીપક કોરાટ અને પુરુષોત્તમ રૂપાલા વચ્ચે પારિવારિક સંબંધો છે અને તેઓ માત્ર સૌજન્ય મુલાકાત માટે ત્યાં ગયા હતા. તેમ છતાં, આ મુલાકાત પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે, અને PI દીપક કોરાટને ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વનું છે કે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા “PI દિપક કોરાટને ભાજપમાં જોડાવા બદલ અભિનંદ” આવું લખાણ પોસ્ટ શેર કરીને લખવામાં આવ્યું હતું. પરંતુ PI દિપક કોરાટ દ્વારા કોઈ પણ પક્ષમાં જોડાવા અંગેની વાત નકારી હતી.
જોકે હવે આપણે એ વાત પર નજર કરીએ કે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી આ પ્રકારનું કૃત્ય કરે તો તેના વિરુદ્ધ ક્યા પ્રકારના પગલાં લેવામાં આવી શકે ?
ભારતમાં પોલીસ ઇન્સ્પેક્ટર અથવા અન્ય સરકારી કર્મચારી જ્યારે કોઈ રાજકીય પક્ષ સાથે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં તસવીરો પડાવતા જોવામાં આવે, ત્યારે તે તેમની નૈતિક જવાબદારી અને કાયદાકીય બાધ્યતાના ઉલ્લંઘન તરીકે ગણાય છે. આ બાબત આકરા નિયમો અને સંવિધાનિક ધોરણો હેઠળ આવે છે.
ઉદાહરણ:કોઈ ન્યાયાલયે ‘ઝ’ ના લાભમાં કરી આપેલા હુકમનામાનો અમલ કરાવી આપવા માટે તેની બજવણીમાં કોઈ મિલકત લેવા જે કાયદાથી આદેશ મળ્યો હોય તેવા અધિકારી ‘ક’ પોતે ‘ઝ’ ને એમ કરવાથી નુકસાન પહોચાડે એવો સંભવ છે, એવી જાણ સાથે કાયદાના તે આદેશની તે જાણી જોઇને અવજ્ઞા કરે છે, ‘ક’ એ આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે.
શિસ્તભંગ અંગે પ્રક્રિયા: શિસ્તભંગના કિસ્સામાં પ્રથમ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થાય છે.
જીપીએસસી (GPSC) દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓના પ્રમોશન, ડિમોશન અને તમામ પ્રકારની કામગીરી માટે નિર્ણયો લેવામાં આવે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે અને પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર છે. કોઈ પણ ખાતાકીય તપાસ અને કાર્યવાહી જે તે સ્થિતિને આધારે જરૂરિયાત મુજબ ન્યાય તંત્ર કરી શકે છે.
Published On - 7:43 pm, Mon, 24 February 25