Navsari : વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, ચોમાસું ડાંગરની કરશે રોપણી

|

Jun 21, 2021 | 9:24 AM

Navsari : સત્તાવાર રીતે ચોમાસાની (Monsoon) શરૂઆત થઇ છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

Navsari : વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, ચોમાસું ડાંગરની કરશે રોપણી
વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

Follow us on

Navsari : સત્તાવાર રીતે ચોમાસાની (Monsoon) શરૂઆત થઇ છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

નવસારી જીલ્લામાં સમય અનુસાર ચોમાસાનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.ઉનાળુ ડાંગર બાદ હવે ચોમાસું ડાંગરની રોપણી ખેડૂત કરશે.

નવસારી જીલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. પરંતુ અચોક્કસ વરસાદને પગલે ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. શરુઆતના વરસાદના આધારે ચોમાસું ડાંગરની વાવણી કરવી કે નહી તે ખેડૂતો માટે હવે મહત્વનો પ્રશ્ન બની ચુક્યો છે. તાઉ તે વાવા ઝોડાને કારણે ઉનાળુ ડાંગરના ભાવો ખેડૂતો પૂરતા નથી મળ્યા પરંતુ હાલ ચોમાસું ડાંગરના ભાવો સારા એવા મળી રહે તેવી આશા સેવીને ખેડૂત બેઠો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હાલમાં જે ચોમાસાની શરુઆત થઇ તે ખેડૂતો માટે સારું છે આ વરસાદ અવિરત ચાલુ રહે તે ડાંગર માટે સારું છે. રોપણ કર્યા પછી ઉનાળા ડાંગરના ટેકાના ભાવ કરતા ઓછા ભાવ નહી મળે તે ધ્યાન આપવું જોઈએ. સરકારે આના પર ધ્યાન આપી ખેડૂતોનું શોષણ અટકાવવું જોઈએ. આ વરસાદ જો વ્યવસ્થિત ચાલે તો આગામી પાક સારો થશે.

નોંધનીય છે કે, નવસારીમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે.  નવસારી જિલ્લામાં ભારે પવન અને વરસાદની સંભાવનાને પગલે જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થયું હતું.

Next Article