Navsari : ચીખલી તાલુકાના થાલા ગામે તીક્ષ્ણ હથિયાર વડે એક ઇસમની કરાઇ હત્યા, છેલ્લા 15 દિવસમાં ત્રણ મોટી ક્રાઈમની ઘટના

|

May 02, 2023 | 12:44 PM

થાલા ગામના અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કરતા વિનય પટેલ બાઈક પર જતાં હતા, તે દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે માથા તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું.

Navsari  : ચીખલી તાલુકાના થાલા ગામે તીક્ષ્ણ હથિયાર વડે એક ઇસમની કરાઇ હત્યા, છેલ્લા 15 દિવસમાં ત્રણ મોટી ક્રાઈમની ઘટના

Follow us on

નવસારી જિલ્લામાં ક્રાઈમના વધી રહેલા કિસ્સાઓ પોલીસ માટે પડકારરૂપ બની રહ્યા છે. જેમાં 15 દિવસમાં ત્રણ મોટી ક્રાઈમની ઘટનાઓ ઘટી છે. હવે ફરી ચીખલી તાલુકાના થાલા ગામના કોલેજ સર્કલ પાસે અજાણ્યા ઈસમોએ યુવાનની સરા જાહેર હત્યા કરી હરણ થઈ જતા પોલીસની ઊંઘ હરામ થઈ છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામે કોલેજ સર્કલ પાસે વિનય પટેલ નામના 42 વર્ષે યુવકને બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારો વડે જાહેરમાં માર મારી હત્યા કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

ગંભીર ઇજાઓ પહોંચાડતા ઘટના સ્થળે જ મોત

મૂળ થાલા ગામના અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કરતા વિનય પટેલ બાઈક પર જતાં હતા તે દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે માથા તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બાઈક પર આવેલા અજાણ્યા ઈસમો હત્યા બાદ ગાડી ફેંકીને ફરાર થઈ ગયા હતા.

શહેરમાં નાકાબંધી કરી

જાહેરમાં હત્યા કરી ફરાર થઈ જવાની ગંભીર ઘટનાને પગલે નવસારી જિલ્લા પોલીસ વડા સહિતની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને શહેરમાં નાકાબંધી કરી આરોપીઓને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સોશિયલ ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરાઓની મદદથી આરોપીઓની ઓળખ કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જિલ્લા પોલીસવાળાએ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી તથા અન્ય પોલીસ વિભાગની ત્રણ જેટલી ટીમો બનાવીને આરોપીઓને શોધવાની કવાયત આદરી છે. આરટીઆઇ એક્ટિવિસ્ટને સરા જાહેર હત્યા કરી ફરાર થઈ જવાની ઘટના પોલીસ માટે પડકારરૂપ બની શકે તેમ છે.

આ પણ વાંચો : જલાલપોરમાં યુવતીના શંકાસ્પદ મોતની ઘટનાનું રહસ્યુ ટૂંક સમયમાં ખુલશે, પેનલ પોસ્ટમોર્ટમની કામગીરી થઈ પૂર્ણ, જુઓ Video

અગાઉ કેટલાક અસામાજિક તત્વો દ્વારા લાકડાના ફટકા વડે માર મરવામાં આવ્યો હતો. નવસારીના વિજલપોરમાં રહેતા ગોપાલ મુકેશભાઈ જાગતાપ પર અસામાજીક તત્વો દ્વારા લોખંડના ફટકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત ગોપાલને તેનો મિત્ર એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો. આ બાબતે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપીઓની ધરપકડ થઈ છે. આરોપીએ માર મારવાનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર મુક્તા પોલીસે તેમના વિરોધ કાર્યવાહી કરી જાહેરમાં સરઘસ કાઢીને ઉઠક બેઠક કરાવી હતી.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article