Breaking News : દક્ષિણ ગુજરાતની નદીઓ બની ભયજનક, નવસારી શહેરમાં પાણી ભરાવાની શરૂઆત, જુઓ આકાશી દ્રશ્યો

નવસારી શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. પૂર્ણા નદીમાં પાણીનું સ્તર 23 ફૂટને પાર કરી ગયું છે.

Breaking News : દક્ષિણ ગુજરાતની નદીઓ બની ભયજનક, નવસારી શહેરમાં પાણી ભરાવાની શરૂઆત, જુઓ આકાશી દ્રશ્યો
| Updated on: Jul 06, 2025 | 6:50 PM

નવસારી શહેરમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. સંપૂર્ણા નદીમાં સતત પાણીની આવકથી જળસ્તર 23 ફૂટની ભયજનક સપાટી વટાવી ગયું છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.

ભેંસત ખાડા વિસ્તારમાં 25થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને સ્થિતિ ગંભીર બનતાં સ્થાનિકોએ ભેંસત ખાડા વિસ્તારમાં આવેલા મંદિરમાંથી ગોટલી માતા અને ભક્તિ માતાની મૂર્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડી દીધી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભેંસત ખાડા, ગધેવાન, રીંગરોડ, બંદર રોડ સહિતના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોના રહીશો હંમેશાં સાવચેત રહેવાની સૂચના અપાઈ છે.

જિલ્લા તંત્રએ અફવાઓ પર વિશ્વાસ ન રાખવાની અને સત્તાવાર માહિતી ઉપર આધાર રાખવાની અપીલ કરી છે. હાલ તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને આગામી સમય માટે પણ ચિંતાજનક સ્થિતિ બની શકે છે જો વરસાદ ચાલુ રહેશે.

ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ગણદેવી તાલુકામાંથી પસાર થતી વેંગણીયા ખાડીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. વેંગણીયા ખાડીના પાણી ગણદેવી રિવરફ્રન્ટ સુધી પહોંચ્યા.

નવસારીમાં ઉપરવાસમાં વરસાદથી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં વધારો થયો. અંબિકા નદીની સપાટી 23 ફૂટ પર પહોંચી. જે બાદ તંત્ર દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. વરસાદને પગલે જિલ્લાના 80થી વધુ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. જે પૈકી વાંસદામાં સૌથી વધુ 28 રસ્તાઓ બંધ થયા છે.

રાજ્યમાં સતત ચોથા દિવસે મેઘરાજા મૂશળધાર સવારી જોવા મળી. પાછલા 12 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓ મેઘ મહેર જોવા મળી.  તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ કરી છે દેધનાધન બેટિંગ. રાજ્યમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો સુરતનું બારડોલી આશરે 5 ઇંચ વરસાદથી પાણી પાણી થયું. આ તરફ ડાંગના સુબીરમાં પણ પોણા પાંચ ઈંચ તો સુરતના પલસાણામાં આશરે સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 24 તાલુકામાં 2 ઈંચથી વધુ, જ્યારે 55 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. હવામાનની આવી અન્ય ખબરો વાંચવા અહીં ક્લિક કરો..

Published On - 6:48 pm, Sun, 6 July 25