Navsari : દાંડી યાત્રાના ભવ્ય ઇતિહાસના અધ્યાય સમાન “ગાંધી સ્મૃતિ ફાટક” નો ઐતિહાસિક વારસો વિસરાઈ જવાનો ભય

|

May 05, 2022 | 10:57 AM

વર્ષ 1930 માં ગાંધીજીએ દાંડીકૂચ કરીને અંગ્રેજો સામે અહિંસક આંદોલન થકી અંગ્રેજોને ઝુકાવ્યાં હતા. બાપુએ આ આંદોલન થકી લોકોમાં આઝાદનીની ચળવળની જ્વાળા પ્રજ્વલિત કરી દાંડીમાં આઝાદીના ઉગ્ર આંદોલનનો પાયો નાખ્યો હતો.

Navsari : દાંડી યાત્રાના ભવ્ય ઇતિહાસના અધ્યાય સમાન ગાંધી સ્મૃતિ ફાટક નો ઐતિહાસિક વારસો વિસરાઈ જવાનો ભય
ધરપકડ કરી બાપુને અહીંથી ટ્રેનમાં લઈ જવાયા હતા

Follow us on

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી(Mahatma Gandhi)એ દેશને આઝાદ કરાવવા માટે અનેક આંદોલન છેડ્યા હતા. બાપુએ અહિંસાના માર્ગે દેશને આઝાદ કરાવવા માટે અનેકવાર આમરણાંત ઉપવાસ કર્યા હતા. મહાત્મા ગાંધીના મુખ્ય અને મહત્વના આંદોલનોમાં નમક સત્યાગ્રહ ખુબ અસરકારક રહ્યું હતું. 12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીએ મીઠા પર કર લગાવવાના અંગ્રેજોના નિર્ણય સામે આંદોલન શરુ કર્યું હતું. બાપુ અમદાવાદના સાબરમતી આશ્રમથી નમક સત્યાગ્રહની શરૂઆત કરી હતી. ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ અંગ્રેજો દ્વારા લદાયેલા મીઠાના કાયદાને તોડવા માટે દાંડી માર્ચનું આયોજન કર્યુ હતું. 12 માર્ચ 1930 ના રોજ દાંડી યાત્રા શરૂ થી હતી. મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં આ સત્યાગ્રહ યાત્રાની શરૂઆત થઈ હતી. મહાત્મા ગાંધી અહિંસાત્મક આંદોલન દ્વારા અંગ્રેજોના મીઠાનો કાયદો તોડવા નીકળી પડ્યા હતા.

દાંડી યાત્રાના સત્યાગ્રહનો 12 માર્ચ 1930ના રોજ આરંભ કરાયો હતો. મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં 24 દિવસની આ અહિંસા માર્ચ 6 એપ્રિલે દાંડી પહોંચી અને અંગ્રેજોના મીઠાના કાયદાને તોડી નાંખ્યો હતો.તે સમયે દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ કોઈપણ ભારતીયને મીઠું એકઠું કરવા કે વેચવા પર પ્રતિબંધ લાગુ કર્યો હતો. અંગ્રેજ મીઠા પર ભારે ટેક્સ વસૂલતા હતા. મીઠાનો સત્યાગ્રહ અંગ્રેજોના અત્યાચાર સામે એક મોટી ચળવળ હતી. મીઠાના સત્યાગ્રહની શરૂઆત લગભગ 80 લોકોની સાથે થઈ હતી. યાત્રા અમદાવાદથી દાંડી સુધી આગળ વધતી રહી હતી. કુલ  390 કિલોમીટર  પસાર કરી યાત્રા દાંડી પહોંચી ત્યારે આ અહિંસક મીઠાના સત્યાગ્રહમાં 50 હજારથી વધારે લોકો સત્યાગ્રહનો હિસ્સો બની ગયા હતા.

વર્ષ 1930 માં ગાંધીજીએ દાંડીકૂચ કરીને અંગ્રેજો સામે અહિંસક આંદોલન થકી અંગ્રેજોને ઝુકાવ્યાં હતા. બાપુએ આ આંદોલન થકી લોકોમાં આઝાદનીની ચળવળની જ્વાળા પ્રજ્વલિત કરી દાંડીમાં આઝાદીના ઉગ્ર આંદોલનનો પાયો નાખ્યો હતો. આ ચળવળ દરમ્યાન ગાંધીજીની દાંડીકૂચ બાદ ધરપકડ કરાઇ હતી. બાપુને અંગ્રેજોએ તેમને દાંડીથી ધરપકડ કરી હતી. તારીખ 5 મે 1930ના રોજ ફ્રન્ટીયર મેલ ટ્રેન થોભાવી તેમાં નવસારીથી બાપુને જેલ લઈ જવાય હતા.જે સ્થળેથી મહાત્મા ગાંધીને ટ્રેનમા બેસાડાયા તે સ્થળનું નામ ગાંધીજીની યાદમાં “ગાંધી સ્મૃતિ ફાટક” રાખવામાં આવ્યું છે. બાપુની યાદમાં બનાવાયેલા સ્મારકની ઐતિહાસિક વારસાના સ્થાને ભૂતકાળ બનવાનો ભય ઉભો થયો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નવસારીમાં આકાર પામી રહેલા ફ્લાયઓવર નીચે આ ધરોહર તેના ભવ્ય ઇતિહાસની ગરિમા ગુમાવી બેસે તેવો ભય ઉભો થયો છે.સરકાર એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવના નામે કરોડોનું આંધણ કર્યું છે પણ આ ધરોહરની જાણવળી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.

Published On - 8:02 am, Thu, 5 May 22

Next Article