ગુજરાતના નવસારી(Navsari)જીલ્લાના બીલીમોરા ખાતે વિકાસના કામો પ્રજા માટે ખુલા મુકવા પહોચી છે. કરોડોના ખર્ચે વિકસાવેલ ઓવર બ્રિજનું (Overbridge) લોકાર્પણ તેમજ પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ટાઈડલ ડેમનું ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel)હાજરીમાં કરવામાં આવ્યું હતું. ગણદેવી તાલુકામાં કાવેરી નદી બિલીમોરા શહેરમાંથી પસાર થાય છે. બીલીમોરા શહેર અને તેની આજુબાજુના ગામોથી દરિયાનું અંતર આશરે 13 થી 15 કિ.મી જેટલું છે. આ વિસ્તારમાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે જેનાથી કાવેરી, અંબિકા નદીઓમાં દર ચોમાસે બેથી ત્રણ મોટા પૂર આવે છે. આમ છતાં, દરિયાની ભરતીનું ખારુ પાણી નદીમાં પ્રવેશવાને કારણે નદીના અને આજુબાજુ બોર/કૂવાના પાણી ખારા થઇ ગયેલા છે, જે ઘર વપરાશ, સિંચાઇ કે અન્ય વપરાશમાં લઇ શકાતું નથી. આમ બિલીમોરા શહેર અને આજુબાજુના અંદાજે 10 ગામોમાં પીવાના મીઠા પાણી તેમજ ખેતી કે અન્ય ઘરગથ્થુ ઉપયોગ માટે મીઠા પાણીની ખૂબ જ મોટી અને ગંભીર સમસ્યા છે.
વાઘરેચ ગામે કાવેરી નદી અંબિકા નદીને મળે છે તે પહેલા અને કાવેરી નદી પરના વાઘરેચ ગામ બીલીમોરા વલસાડ કોસ્ટલ હાઇવેની હેઠવાસમાં વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેક્ટ બનાવવાનું આયોજન કરાયું છે. આ કામના ટેન્ડરની અંદાજીત કિંમત રૂ.250 કરોડની છે. ઉપરોક્ત રીચાર્જ પ્રોજેક્ટમાં કાવેરી નદી પર દરવાજા વાળુ વીયર સ્ટ્રકચર તેમજ નદીના બંને કાઠાનું પૂરથી સરંક્ષણ માટે પાળા અને દીવાલ બંધકામનું આયોજન ઇ.પી.સી. ધોરણે કરેલ છે. જે યો વાઘરેચ રીચાર્જ પ્રોજેક્ટથી બિલીમોરા શહેર (નગરપાલિકા) અને 10 ગામોને પીવા માટે અને સિંચાઇ માટે મીઠા પાણી ઉપલબ્ધ થશે. આ ડેમનું ખાતમુહૂર્ત કરાતા બિલીમોરાના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
બિલીમોરાની અન્ય સમસ્યા ટ્રાફિકની હતી જેને હલ કરવા હાલના પ્રદેશ અધ્ય્ક્ષ સી.આર પાટીલે અને મંગુભાઈ પટેલ દ્વારા ઓવર બ્રિજ બનાવવાની વિવિધ મંજૂરીઓ લીધી હતી 43.38 કરોડના ખર્ચે આ રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થતા ઓવર બ્રિજનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ચીમોડીયા નાકા ખાતે બનેલા ડરી માર્ગીય ઓવર બ્રિજને કારણે બીલીમોરાના નાગરિકોની ટ્રાફિક માટેની સમસ્યા હમેશા માટે હલ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
મુખ્યપ્રધાન દ્વારા બિલીમોરામાં ટ્રાફિક અને પાણીની સમસ્યા હલ કરવા વિવધ વિકાસના કામોને વેગ આપતા બીલીમોરા પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. આ પ્રસંગે નાણાંમંત્રી કનુ દેસાઇ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, પાણી પુરવઠા રાજયમંત્રી જીતુ ચૌધરી, નવસારી સાંસદ સી.આર.પાટીલ, વલસાડ સાંસદ ડો. કે.સી.પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરા શાહ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત હતી.
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી પૂર્વે નેતાઓની નારાજગી દૂર કરવા અપનાવશે આ રણનીતિ
આ પણ વાંચો : Ahmedabad : આગામી ત્રણ દિવસ ગરમીનો પારો વધશે, ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો