નવસારીમાં વિદ્યાર્થી સહીત 13 લોકો કોરોના સંક્રમિત થયા, આરોગ્ય વિભાગે તબીબી તપાસ દેખરેખ હેઠળ ઈલાજ શરૂ કરાવ્યો

|

Aug 11, 2022 | 2:14 PM

નવસારી જિલ્લામાં બુધવારે વધુ 848 સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે 728663 જેટલા સેમ્પલની સંખ્યા છે અને 715254 સેમ્પલ નેગેટિવ મળ્યા હતા.

નવસારીમાં વિદ્યાર્થી સહીત 13 લોકો કોરોના સંક્રમિત થયા, આરોગ્ય વિભાગે તબીબી તપાસ દેખરેખ હેઠળ ઈલાજ શરૂ કરાવ્યો
corona cases in india
Image Credit source: PTI

Follow us on

નવસારી(Navsari) જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનના વધુ નવા 13 કેસ નોંધાયા હતા તો સામે રાહતના સમાચાર એ પણ છે કે 14 દર્દીઓને કોરોનાને માત આપી છે. આરોગ્ય વિભાગે માહિતી કોરોના સંક્રમણ બાબતે જણાવ્યું હતું કે આ કેસ સાથે જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 78 નોંધાઇ છે. નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ ખાતેથી મળતી માહિતી મુજબ મંગળવારે કોરોનાના 13 દર્દીઓ નોંધાયા હતા. આ સાથે પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 12561 થઇ છે. કોરોના સંક્રમિત થયેલા વધુ 14 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ 12273 દર્દીઓ સાજા થયા હતા. નવસારી જિલ્લામાં મંગળવારે 13 કેસો નોંાધયા હતા. જેમાં નવસારીમાં 2, જલાલપોરમાં 2, ગણદેવીમાં 3, ચીખલીમાં 1 અને વાંસદામાં 5 કેસો નવા આવ્યા હતા. વાંસદામાં એક છાત્ર પણ પોઝિટિવ આવ્યો હતો.

નવસારી જિલ્લામાં બુધવારે વધુ 848 સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે 728663 જેટલા સેમ્પલની સંખ્યા છે અને 715254 સેમ્પલ નેગેટિવ મળ્યા હતા. નવસારી જિલ્લામાં હાલમાં 75 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન હેઠળ આવેલા છે. જેમાં મેડિકલ ટીમો દ્વારા દૈનિક ધોરણે સર્વે અને અરીજી તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યા છે.

કોરોનાના કેસ વધતા દિલ્લીમાં માસ્ક ફરજિયાત

દેશમાં વધતા સંક્રમણના પગલે દિલ્લીમાં કોવિડ-19ના વધતા કેસ સામે અધિકારીઓએ માસ્ક ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. નોટિફિકેશન મુજબ તમામ જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવું ફરજિયાત છે. આમ કરવામાં નિષ્ફળતા પર 500 રૂપિયાનો દંડ થશે. ખાનગી ફોર વ્હીલરમાં માસ્ક પહેરવું હજુ પણ વૈકલ્પિક છે. માસ્ક પહેરવાના નિયમનું ચુસ્તપણે પાલન થાય તે માટે દિલ્લીમાં ટીમો બનાવવામાં આવી છે. 10 ઓગસ્ટના રોજ કોરોનાને (Corona) કારણે નોંધાયેલા મૃત્યુની સંખ્યા લગભગ 180 દિવસમાં સૌથી વધુ હતી. દિલ્લીમાં COVID-19 થી મૃત્યુઆંક 26,351 છે. રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા એક સપ્તાહમાં દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

દેશમાં કોરોનાના 16 હજાર નવા કેસ મળ્યા, 54 લોકોના મોત

આ પહેલા બુધવારે દેશમાં કોરોના સંક્રમણના 16 હજાર નવા કેસ જોવા મળ્યા હતા અને 54 લોકોના મોત થયા હતા. આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસ 3,546 ઘટ્યા છે અને તેમની સંખ્યા ઘટીને 1,28,261 થઈ ગઈ છે. દૈનિક અને સાપ્તાહિક બંને ચેપ દર પાંચ ટકાથી નીચે છે. દૈનિક ચેપ દર 4.94 ટકા અને સાપ્તાહિક ચેપ દર 4.90 ટકા છે. દર્દીઓનો સાજા થવાનો દર વધીને 98.52 ટકા થયો છે અને મૃત્યુ દર 1.19 ટકા પર યથાવત છે.

Published On - 2:14 pm, Thu, 11 August 22

Next Article