NAVSARI APMCની ચૂંટણીમાં પહેલી વાર તમામ 16 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા

|

Oct 09, 2021 | 9:35 PM

નવસારી APMCની ચૂંટણીમાં 8 ઓકટોબરને શુક્રવારે 3 ફોર્મ ખેંચાઈ જતા તમામ 16 બેઠકો બિનહરીફ થઈ હતી.

NAVSARI : રાજ્યમાં આજે 2 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીમાં તામામ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા અને આ બંને APMCમાં ચૂંટણી મોકૂફ રહી છે. આ બે APMCમાં એક સૌરાષ્ટ્રના રાજકોટના જેતપુરની જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ( Jetpur APMC) છે તો બીજી દક્ષિણ ગુજરાતના નવસારીની નવસારી ઉત્પન્ન બજાર સમિતિ (Navsari APMC) છે.

નવસારી APMCની ચૂંટણીની વાત કરીએ તો અહી પ્રથમ વાર તમામ 16 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા છે. નવસારી APMCની ચૂંટણીમાં ખેડૂત વર્ગ , વેપારી વર્ગ અને મંડળી વિભાગ મળી કુલ 16 ડિરેકટર બિનહરીફ ચૂંટાતા ચૂંટણી ટળી છે. પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ વાળી નવસારી APMCની ચૂંટણીમાં કૉંગ્રેસનો એક પણ સભ્ય ચૂંટાયો નથી.

નવસારી APMCની ચૂંટણીમાં 8 ઓકટોબરને શુક્રવારે 3 ફોર્મ ખેંચાઈ જતા તમામ 16 બેઠકો બિનહરીફ થઈ હતી. નવસારી APMCની જાહેર થયેલ 16 બેઠકોની ચૂંટણીમાં અગાઉ જ સહકારી ખરીદ વેચાણ મતદાર મંડળ વિભાગની 2 બેઠકો બિનહરીફ થઇ હતી, જેમાં દેવાંશું દેસાઈ અને અમિત પટેલ બિનહરીફ ચૂંટાયા હતા.

ખેડૂત વિભાગમાં ફોર્મ ચકાસણી બાદ 10 બેઠકો માટે 12 ઉમેદવાર રહ્યા હતા. જેમાં નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ નાયકની દાવેદારીને લઈને ભાજપમાં અસમંજસતા ચાલી હતી. જોકે શુક્રવારે જીગ્નેશ નાયક અને અન્ય 1 ઉમેદવાર વિજયસિંહ કપલેટિયાએ પણ ફોર્મ પાછું ખેંચી લેતા ખેડૂત વિભાગમાં તમામ 10 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા.

આ પણ વાંચો : માસુમ શિવાંશને તરછોડી નિર્દયી પિતા રાજસ્થાન ભાગી ગયો, પત્ની સિવાયની સ્ત્રીનું બાળક હોવાનું સામે આવ્યું

આ પણ વાંચો : જસ્ટિસ અરવિંદ કુમારની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂંક, જાણો કોણ છે અરવિંદ કુમાર

Next Video