NAVSARI : ચીખલી પોલીસ સ્ટેશન કસ્ટોડીયલ ડેથમાં PI અજીતસિંહ વાળા સસ્પેન્ડ
Chikhli police station custodial death : 22 જુલાઈએ એક PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા અને PI અજીતસિંહ વાળાની માત્ર બદલી કરવામાં આવી હતી.

Gandhinagar: National Forensic Sciences University gets affiliation
NAVSARI: નવસારીના ચીખલી પોલીસ સ્ટેશન કસ્ટોડીયલ ડેથ કેસ (Chikhli police station custodial death) માં ચીખલી પોલીસ સ્ટેશન PI અજીતસિંહ વાળા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ કેસમાં ચીખલી પોલીસ સ્ટેશનના PI અજીતસિંહ વાળાની પહેલા માત્ર બદલી કરવામાં આવી હતી. ચીખલી પોલીસ સ્ટેશન કસ્ટોડીયલ ડેથ કેસમાં ગઈકાલે 22 જુલાઈએ એક PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા અને PI અજીતસિંહ વાળાની માત્ર બદલી કરવામાં આવી હતી. જો કે મામલાની ગંભીરતાને જોતા આખરે ચીખલી પોલીસ સ્ટેશન PI અજીતસિંહ વાળા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
Follow Us