Navsari : આ નાનકડા ગામમાં કોરોનાને નાથવા છેલ્લા 1 મહિનાથી લોકડાઉન

|

May 11, 2021 | 1:45 PM

Navsari: એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ ભરડો લીધો છે. કોરોનાને રોકવા માટે રાજ્ય સરકાર વિવિધ ઉપાયો બહાર પાડીને કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે પ્રયત્નો વચ્ચે પરંતુ જરૂર છે.

Navsari: એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ ભરડો લીધો છે. કોરોનાને રોકવા માટે રાજ્ય સરકાર વિવિધ ઉપાયો બહાર પાડીને કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે પ્રયત્નો જરૂરી છે. લોકોના સહકાર સાથે  નવસારી જિલ્લાનું એક એવું ગામ છે કે જે એક મહિનાથી લોકડાઉન પાળી રહ્યું છે.

કોરોનાની મહામારીએ ગ્રામ્ય અને શહેરી તમામ વિસ્તારોને પોતાના અજગરી ભરડામાં લીધા છે ત્યારે નવસારી જિલ્લાનું એક એવું ગામ કે જે કોરોનાથી બચવા માટે એક મહિનાથી લોકડાઉન પાળી રહ્યું છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલું ગણદેવા ગામ સમગ્ર નવસારી જિલ્લા માટે એક સચેત ગામ તરીકે ઉભરીને આગળ આવ્યું છે.

ગણદેવા ગામમાં કોરોનાથી બચવા માટે સ્વૈચ્છિક લોકડાઉન અને ગામમાં ભેગા થવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેનો લોકો સ્વેચ્છાએ પાલન કરી રહ્યા છે. ગામમાં પીવાનું પાણી 24 કલાક મળી રહે છે પરંતુ એ લેવા માટે પણ સ્માર્ટ કાર્ડનો નિયમ અપનાવવામાં આવ્યો છે.

હાથનો સ્પર્શ કર્યા વગર પાણી ભરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર ગામના લોકો સ્વેચ્છાએ કોરોનાની મહામારીથી બચવા માટે ગ્રામ પંચાયત દ્વારા વડીલો દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું સ્વેચ્છાએ પાલન કરી રહ્યા છે.

Next Video