નવસારી જિલ્લા માટે જીવાદોરી ગણાતા જુજ અને કેલીયા ડેમ ઓવરફ્લો,વાંસદા તાલુકાના 40થી વધુ ગામના ખેડુતોને પીવાનું અને સિંચાઈનુ પાણી મળી રહેશે

|

Aug 29, 2020 | 10:20 AM

છેલ્લા ત્રણ સપ્તાહથી વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર જિલ્લામા મેધમહેર વ્યાપી છે ત્યારે નવસારી જિલ્લાના ડુંગરાળ પ્રદેશ ગણાતા વાંસદાના ખેડુતોની જીવાદોરી સમાન જુજ અને કેલીયા ડેમ ઓવર ફ્લો થતા ખેડુતોમા ખુશીની લહેર વ્યાપી છે ડુગરાળ પ્રદેશ ગણાતા વાંસદા તાલુકાના 40 થી વધુ ગામના ખેડુતોને પીવાનુ પાણી તથા સિંચાઈનુ પાણી મળી રહેશે પર્વતીય વિસ્તાર ગણાતા વાંસદા […]

નવસારી જિલ્લા માટે જીવાદોરી ગણાતા જુજ અને કેલીયા ડેમ ઓવરફ્લો,વાંસદા તાલુકાના 40થી વધુ ગામના ખેડુતોને પીવાનું અને સિંચાઈનુ પાણી મળી રહેશે
https://tv9gujarati.in/navsari-jilla-ma…paani-madi-reshe/

Follow us on

છેલ્લા ત્રણ સપ્તાહથી વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર જિલ્લામા મેધમહેર વ્યાપી છે ત્યારે નવસારી જિલ્લાના ડુંગરાળ પ્રદેશ ગણાતા વાંસદાના ખેડુતોની જીવાદોરી સમાન જુજ અને કેલીયા ડેમ ઓવર ફ્લો થતા ખેડુતોમા ખુશીની લહેર વ્યાપી છે ડુગરાળ પ્રદેશ ગણાતા વાંસદા તાલુકાના 40 થી વધુ ગામના ખેડુતોને પીવાનુ પાણી તથા સિંચાઈનુ પાણી મળી રહેશે પર્વતીય વિસ્તાર ગણાતા વાંસદા તાલુકામા દર વર્ષે ઊનાળા દરમ્યાન પીવાના પાણીની સમસ્યા વધી જતી હોય છે અને ખેતી તથા પશુપાલન માટે ખેડુતોએ  વલખા મારવા પડતા હોય છે.

 

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

ડાંગ જિલ્લાનો કેચમેન્ટ એરીયા ધરાવતો જુજ ડેમ 167.50 મીટરે ઓવરફ્લો સપાટી ધરાવે છે અને વાંસદા તાલુકાનો કેચમેન્ટ એરીયા ધરાવતો કેલીયા ડેમ 113.50 મીટરે ઓવર ફ્લો થયો છે વાંસદા સિંચાઈ વિભાગ દ્વારા  શિયાળા સુધી ખેતી  માટે પાણી આપવામા આવે છે જ્યારે ઊનાળા દરમ્યાન માત્ર પીવાનુ પાણી આપવામા આવે છે ચીખલી,ખેરગામ અને વાંસદા તાલુકાઓ માટે મહત્વના ગણાતા જુજ અને કેલીયા ડેમ ઓવરફ્લો થતા ખેડુતોમા ખુશીની લહેર વ્યાપી છે.

જિલ્લામા સાર્વત્રિક 80 ઈંચ જેટલો વરસાદ પડે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરસાદ ધટતા ખેડુતો માટે ચિંતાનો વિષય બન્યો છે ચાલુ વર્ષે 60 ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે સાથે હજુ 100 ટકા વરસાદ વરસવાનો બાકી છે તેવા સમયે ડેમો ઓવરફ્લો થતા ખેડુતોમામા આનંદની લાગણી છવાયી છે જુજ ડેમના કારણે અંદાજે 500 હેકટરમા ખેતી થાય છે અને 6 જેટલા ગામોને પીવાનુ પાણી મળી રહે છે સાથે કેલીયા ડેમના કારણે 800 હેકટરમા સિંચાઈનુ પાણી મળી રહે છે અને 14 ગામોને પીવાનુ પાણી મળી રહે છે.

વાંસદા,ખેરગામ અને ચીખલી તાલુકાઓમા ડુંગરાળ પ્રદેશના કારણે ઊનાળા દરમ્યાન બોરીંગના પાણી તળીયે જતા રહે છે સાથે ચોમાસા આધારિત ખેતી જ કરવા ખેડુતો  મજબુર બને છે જુજ અને કેલીયા ડેમના કારણે ખેડુતોને શિયાળુ પાક લેવામા પણ મદદરુપ થાય છે હાલ બંને ડેમો ઓવરફ્લો થતા ખેડુતો માટે શિયાળુ પાક લેવામા મદદરુપ થશે અને પાણીના તળ ઊંચા આવતા ખેડુતોના બોરીંગ પણ રિચાર્જ થશે

Next Article